Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

પોરબંદરમાં કોરોનાના ૪ પોઝીટીવ કેસો

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૭ :  શહેરમાં કોરોનાના ૪ પોઝીટીવ કેસો આવ્‍યાં છે.  રોકડિયા હનુમાન મંદિર પાછળ પ૦ વર્ષના આઘેડનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્‍યો છે. બીરલા સ્‍કુલમાં એક શિક્ષિકા ઇન્‍ડોનેશિયાથી આવતા તેમનો નિયમ મુજબ ટેસ્‍ટ કરાતા તેમનો કોરાના પોઝીટીવ રિપોર્ટ આવ્‍યો છે. ઉપરાંત બિહારથી ર શ્રમિકો  આવતા તેમનો ટેસ્‍ટ કરાતા બન્નેનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલ છે આ બન્ને પરપ્રાંતીય શ્રમિકોના આધાર કાર્ડ બિહારના હોય આ બન્ને કોરોના પોઝીટીવ કેસની સંખ્‍યા ગુજરાતમાં ગણવામાં આવી નથી. સરકારી હોસ્‍પિટલમાં કોરોનાના ૩ એકટીવ કેસો છે.

(1:29 pm IST)