Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

પાંચ લાખનો દારૂ ભરેલ બોલેરોને જુનાગઢ આવતા જ ઝડપી લેવાઇ

જુનાગઢ, તા., ૨૭: ગોંડલ તરફથી મહીન્‍દ્રા કંપનીની બોલેરો કાર ઠાઠાવાળી સફેદ કલરની જેના રજી નં. જીજે ૩ એએકસ ૬૬૪૩ વાળી જુનાગઢ તરફ આવે છે અને ગાડીમાં દારૂની પેટીઓ છુપાવેલ છે. તેવી હકીકકત મળતા સાંબલપુર ચોકડી ખાતે જીજે ૩ એએકસ ૬૬૪૩ વાળી ગાડી અંગે વોચ રહેતા જેથી થોડીવારમાં સરદહું નંબરની મહીન્‍દ્રા બોલેરા ગાડી આવતા રોકાવી તેમાં જોતા દારુની પુઠાની અલગ અલગ બ્રાન્‍ડની પેટીઓ પડેલ હોય જે અલગ-અલગ બ્રાન્‍ડની પેટી નંગ ૧૦૭ બોટલો નંગ ૧૬૦૮ ની કિ. રૂા. પ,૧૩,૬૦૦ તથા મા.ફોન નંગ-૧ કિ. રૂા. ૧૦,૦૦૦ તથા મહિન્‍દ્રા બોલેરો કિ. રૂા. ૫,૦૦,૦૦૦ તો તમામ મુદામાલ કબ્‍જે કરી પ્રોહીબીશન ધારા હેઠળ દિનેશ રામલાલ રૂગ્નાથા લોલ બિષ્‍નોઇ ઉ.વ.ર૮ રહે. બાવરલા ગામ બાવરલાકી ઢાણી વિષ્‍ણુનગર તા.સાંચોર જી.જાલોરને પકડી પાડેલ છે.

ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. એચ.આઇ.ભાટી તથા એ.એસ.આઇ. નિકુલ એમ.પટેલ તથા પો.હેડ કોન્‍સ. યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ તથા પો.કોન્‍સ. ભરતભાઇ સોનારા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, મયુરભાઇ કોડીયાતર તથા ડ્રા.પો.કોન્‍સ. મુકેશભાઇ કોડીયાતર વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:28 pm IST)