Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જુનાગઢના કણજા અને કણજડી પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયાની ઉપસ્‍થિતિમાં શાળામાં ૮૫ ભૂલકાઓનો શાળા પ્રવેશોત્‍સવ : પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જવાહરભાઇ ચાવડાએ પણ ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્‍સાહ વધાર્યો

જૂનાગઢ : વંથલી તાલુકાના કણજા અને કણજડી ગામમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારિયા અને પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડાની પ્રેરક ઉપસ્‍થિતમાં નાના ભૂલકાઓને આંગણવાડીમાં અને ધોરણ-૧માં આનંદ-ઉલ્લાસ સાથે પ્રેવશ કરાવાયો હતો. આ કન્‍યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્‍સવમાં કણજા પ્રાથિમક શાળામાં ૫૯ બાળકોને અને કણજડી પ્રાથમિક શાળામાં ૨૬ ભૂલકાઓને સ્‍કૂલ બેગની સાથે શૈક્ષણિક કાર્ય માટેના પુસ્‍તકો-સાધોનો આપી આવકારાયા હતા. આ શાળા પ્રવેશોત્‍સવોમાં સંબોધિત કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારિયાએ જણાવ્‍યું કે,ᅠરાજયનો એક પણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન તે માટે રાજય સરકારે એક અભિગમ સાથે શાળા પ્રવેશોત્‍સવ શરૂ કર્યો છે. આ કાર્યક્રમથી રાજયમાં બાળકોનો પ્રાથમિક ᅠશાળામાં નામાંકનમાં બહુ મોટો વેગ મળ્‍યો છે. જૂનાગઢ જિલ્લામાં પણ ૧૦ હજારથી વધુ બાળકોને શાળા પ્રવેશોત્‍સવના માધ્‍યમથી શિક્ષણ સાથે જોડવામાં આવ્‍યા છે. આ શાળા પ્રવેશોત્‍સવમાં જિલ્લાના ૧૭૦૦થી વધુ દિવ્‍યાંગ બાળકોને પણ આવરી લેવામાં આવ્‍યો છે. તેમ અંતમાં શ્રીમતિ ખટારિયાએ જણાવ્‍યું હતું. પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જવાહરભાઈ ચાવડાએ પોતાના શાળા પ્રવેશના અનુભવ વાગોળતા જણાવ્‍યું કે,ᅠબાળકોમાં શિક્ષણ સાથે સંસ્‍કાર પણ એટલા જ આવશ્‍યક છે. આ ભૂલકાઓને શિક્ષકો શિક્ષણ તો આપશે. બાળકોમાં સંસ્‍કારનું સિચંન એક માતા કરે છે. આમ,ᅠસંસ્‍કૃતિના સાચવવા માટે શિક્ષણની સાથે સંસ્‍કાર આપવા શ્રી ચાવડાએ ભારપૂર્વક જણાવ્‍યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારિયા સહિતના મહાનુભાવોના હસ્‍તે પ્રાથમિક શાળાના તેજસ્‍વી તારલાઓનુ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તે ઉપરાંત પ્રાથમિક શાળાઓના બાળકો માટે પરિવહન સેવાઓનું પણ પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી અશોક ઉપાધ્‍યાયે પ્રાસંગિક સંબોધન કરી વિદ્યાર્થીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો. આ શાળા પ્રવેશોત્‍સવમાં સરપંચ, શિક્ષકગણ, આગેવાનો વિદ્યાર્થીઓ અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. (અહેવાલ : વિનુ જોશી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(1:27 pm IST)