Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

મોરબી પાસે કન્ટેનરોનું કટીંગ કરી ભંગારમાં વેચવાના કાવત્રાનો પર્દાફાશ `: ચાર શખ્સો પકડાયા

૪ કન્ટેનર સહિત ૧૩.૮૨ લાખનો મુદામાલ કબ્જે `: મોરબી એલસીબી ટીમ દ્વારા કાર્યવાહી

મોરબી,તા.૨૭ `: મોરબીના અમરેલી રોડ પર બાવળની કાંટ તથા ખુલી જગ્યામાં અનઅધીકૃત રીતે કન્ટેનર કટિંગ કરી ભંગાર બનાવી તેનું વેચાણ કરતા ચાર શખ્સોને મોરબી એલસીબી ટીમે લાખોના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમના પી આઈ એમ આર ગોઢાંણીયા, પીએસઆઈ એન બી ડાભી, પીએસઆઈ એન એચ ચુડાસમા અને પીએસઆઈ એ ડી જાડેજાની સુચનાથી સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એલસીબી સ્ટાફના ચંદુભાઈ કાણોતરા અને દશરથસિંહ પરમારને બાતમી મળી હતી કે અમરેલી રોડ પર મહાકાળી માતાજીના મંદિરની દેરી પાસે બાવળની કાંટ તથા ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો અન અધિકૃત રીતે કન્ટેનરો બહારથી લાવી તેનું કટિંગ કરી તેનો ભંગાર કરી ભંગારમાં વેચવાની પેરવી કરતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી આરોપી રવિ વિનોદભાઈ પંસારા, નકુલ કરશનભાઈ મંદરીયા, મહેન્દ્ર ભરતભાઈ સોલંકી અને ફિરોજ રહીમભાઈ મમાણીને કટિંગ કરેલ કન્ટેનરોનો ભંગાર, કન્ટેનરો, સાધનો જેમાં કન્ટેનરો નંગ-૪ કીમત રૃ.૧૦,૦૦,૦૦૦, કન્ટેનર કટિંગનો લોખંડનો ભંગાર અંદાજીત વજન કીગ્રા ૮૩૭૦ કીમત રૃ.૨,૯૨,૯૫૦, ગેસના નાના મોટા સીલીન્ડર નંગ-૨૪ કીમત રૃ.૬૯૦૦૦, ગેસ કટરગન પાઈપ સાથે નંગ-૩ કીમત રૃ.૬૦૦૦ અને મોબાઈલ ફોન નંગ-૩ કીમત રૃ.૧૫૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૃ.૧૩,૮૨,૯૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:26 pm IST)