Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

પોરબંદરના પક્ષી અભ્‍યારણનો વૈજ્ઞાનિક ધોરણે વિકાસ કરવાની જરૂર

છાંયા પ્‍લોટની બિરલા સુધી રસ્‍તાની પુર્વ બાજુ રણ વિસ્‍તાર તેમજ તળાવ જેવા ભાગની ચારેય બાજુ પાકા રસ્‍તા બાંધીને પાલીકાએ રક્ષણ કરવુ જોઇએઃ પોરબંદર પંથકમાં ફલેમીંગો સહિત અલભ્‍ય પક્ષીઓ કોઇ પણ પ્રકારની અડચણ વિના વિચરે છે

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૭: જીલ્લામાં વરસોથી સુરખાબ અને ફલેમીંગોની અવર જવર રહી છે. ઘેડ વિસ્‍તારના દેશી રજવાડાના સમયમાં દેશી વહાણવટા જળવહેવારથી ધમધમતુ નવી બંદર બંદર જયાં લોકમાતા ભાદર-ઓઝતના સંગમ સાથે અરબી સમુદ્ર જળ પ્રવેશતા મુખમાં ભળી જાય તેવા રમણ્‍ય સૌંદર્ય સ્‍થળ પ્રવૃતી પ્રેમીને આકર્ષે છે. હાલ નવી બંદર ખારવા સમાજ દ્વારા નવી ખારવા સમાજના પુર્વ વાણોટ સ્‍વ. નથુભાઇ વઢીયા યાને નથુ મિષાી ઉપસ્‍થિતિમાં અને તેઓની જાતી દેખરેખ નીચે ભાદર આઇ ભાદર નદી માતાનું ભવ્‍ય મંદિર સાથે ગેસ્‍ટ હાઉસ સાકાર થયેલ છે. નવી બંદર ખારવા સમાજના કુળદેવી ભાદર આઇ ભારતમાતા (નદી) છે.

નવી બંદર જયારે જીવંત હતું ત્‍યારે પોરબંદર રાજયનું જળવહેવારથી જીવંત હતુ. નાના શહેરમાં ગણત્રી થતી હતી. અહી પોલીસ થાણુ જેલ કોર્ટ (ન્‍યાય અદાલત) ની વ્‍યવસ્‍થા હતી. પોરબંદર રાજયે રાષ્‍ટ્રીય ચળવળ -ચલવાતા સ્‍વતંત્ર સેનાનીને નવી બંદર જેલમાં રાખેલ.

જે તે સમયે લેખક સ્‍વ.વિજય ગુપ્ત મૌર્ય પુષ્‍કરણા બ્રાહ્મણ મુળ અટક વાસુ મુળ પોરબંદરના વતની અહી મેજીસ્‍ટ્રેટ તરીકે પોરબંદર રાજવીએ તેઓશ્રીને નિમણુંક આપેલ. પ્રકૃતી પ્રેમીઓ હોય નવી બંદર આસપાસ વિસ્‍તારમાં અભ્‍યાસ કરેલ. નવી બંદર-બંદર સંગમ સ્‍થાન કુદરતી રીતે સુરખાબ ફલેમીંગો જોવા મળતા તેઓશ્રીએ ફોટોગ્રાફી કરેલ. સમય આંતરે મુંબઇથી પ્રસિધ્‍ધ થતા પ્રારંભમાં સીને સાપ્તાહીકથી ઓળખ ઉભી કરનાર સ્‍વ.વજુ કોટકના તંત્રી પદે માલીક પદે ચિત્રલેખા ત્‍યાર બાદ ચિત્રલેખા કલેવર બદલી રાજકીય રીતે અન્‍ય સમાજ સ્‍પર્શતા સાપ્તાહીકનું રૂપ ધારણ કરતા ચિત્રલેખાની રજત જયંતી યાને સિલ્‍વર જયુબેલીનાખાસ વિશેષ અંકના મુખ્‍ય ફોટાગ્રાફ મુકવામાં આવેલ છે. સમય આંતરે તેઓશ્રી મુંબઇ સ્‍થાયી થયા. સ્‍વ.શામળા ગાંધી (રાષ્‍ટ્રપિતા પૂ. મહાત્‍મા ગાંધીજીના ભત્રીજા પોરબંદર નગર પાલીકાના પુર્વ હેડ કલાર્ક તરીકે ફરજ બજાવી ચુકેલ તેઓશ્રીના તંત્રી પદે બાળ માસીક રમકડુ પ્રસિધ્‍ધ થતું તેમાં સ્‍વ.શ્રી વિજયગુપ્ત મૌર્ય વાર્તાઓ આવતી સમય પરિવર્તન સાથે ચિત્રલેખામાં લેખ આવવા લાગેલ.

ઉલ્લેખનીય છે સ્‍વ.શામળા ગાંધીના તંત્રી પદે માલીકી હક્કે મુંબઇથી વંદેમાતરમ નામનું દૈનીક પ્રસિધ્‍ધ થતું તટસ્‍થ અખબાર તડફડ કરનાર ગણાતું સમાચાર વિશ્વનીયતા હતી.

કોરોના મહામારીથી હાશકારો મેળવ્‍યા બદ સને ર૦રર-ર૦ર૩ વર્તમાન વરસમાં ઇન્‍ટેક પોરબંદર અને જીએમસી સ્‍કુલના સહકારથી મોકર સાગર કમીટીએ તા.૧૧ અને ૧ર જુનના પીંક સેલીબ્રેશનનું આયોજન કરેલ હતું. ગુજરાતમંથી મુખ્‍યત્‍વે જામનગર રાજકોટ, વડોદરા અને અમદાવાદમાંથી પક્ષી અને પ્રકૃતી પ્રેમીઓ સુરખાબીનગર પોરબંદર બે દિવસ માટે મુલાકાતે આવેલ.  પોરબંદરના સુરખાબ ફલેમીંગો અન્‍ય પાણીના પક્ષીઓ વેટલેન્‍ડ ફોટોગ્રાફી કરી વિશે જાણકારી મેળવેલ તથા વેટલેન્‍ડની મુલાકાત લઇ સુરખાબ સહીત અનય પક્ષીઓની લોક જાગૃતી આવે. લુપ્ત થતી જાતીનો વિકાસ થાય તેવા ઉદેશ સાથે પિંક સેલીબ્રેશનનું આયોજન કરવામાં આવેલ હતું.

પોરબંદર-છાંયા રણ વિસ્‍તાર (પાણીનું રણ) તેમજ રીવર ફ્રન્‍ટ વિસ્‍તાર તે પુર્વેનો કુછડી ખારી વિસ્‍તાર, બરડા સાગર ડેમ વિસ્‍તાર, મોકર સાગર વિસ્‍તાર નવી બંદર ગોસાબારા (અંદરનો ભાગ) નદીનો વિસ્‍તાર કુદરતી પ્રકૃતી પ્રેમીઓ માટે જાણીતા છે. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે ચોમાસા ઋતુ  પુર્ણ થતા શિયાળાના પ્રારંભે અરબી સમુદ્ર શાંંત પડી મોજા ઉછળતા બંધ થતા સ્‍થિરતા આવતા પોરબંદર અરબી સમુદ્ર વિસ્‍તારના કિનારે ખાસ કરીને ચોપાટી સમુદ્ર કિનારે જળચર દરીયાય પક્ષી જળપલ્‍વીત વિસ્‍તારમાં ઉડતા અને તેમની ક્રિડા કરતા જોવા મળે છે.

ખાટે માટી ખોટ અને અફસોસ સાથે કડવુ સત્‍ય લખવું પડે છે. પોરબંદરના પ્રવૃતી અને સૌંદર્ય પ્રેમી સત્‍ય હકિકત રજુ કરી પોરબંદર છાયા (પાણી) ના રણને બુરાતુ અટકાવી શકતા નથી. પક્ષી અભ્‍યારણનું રક્ષણ કરવામાં કે જવાબદારી પાસે વ્‍યવસ્‍થા કે સરકારમાં ઉચ્‍ચ કક્ષા રજુઆત કરી નૈતીક ફરજ જવાબદારી સમજી આ દુષણ અટકાવી શકતા નથી. આપણે આપણો બંધરણય હક્ક ભોગવતા પણ અચકાય છે. આટલી હિંમત લાયકાત પ્રકૃતી અને સૌદર્ય પ્રેમીમાં રહી નથી કે ભય અને ડર સત્‍ય કહેવાનો લાગે છે. કલેકટર મૈન ધારણ કરી ગયેલ છે.

રાજકીય પક્ષો જાહેર જનતા હિતમાં અવાજ ઉઠાવે રજુઆત કરે તો તેને સાંભળવા નહી અને સાંભળેલ હોય તો જુઠણુ બોલી આશ્વાસન આપી સત્‍ય મેવ જયતે સુત્ર અપમાનના ? જાહેર જનતા રજુઆત હોય રાજકીય પક્ષો દ્વારા પુરાવા અને મુદાસર જનહિતાર્થે ધ્‍યાને મુકી ન્‍યાય તટસ્‍થ અપાવવાના રાજકીય શ્રય કે કાર્યકર્તા-એજન્‍ટો -મળતીયાના ઇશારે પારદર્શકતા પર અંધાર પછેડો ઓઢાડી દયે છે. વડી અદાલત અને સર્વોચ્‍ચ અદાલત દ્વારા સમય આંતરે ફરજ અને જવાબદારીનું ભાન કરાવે છે ટીક્કા સાથે ફટકર પણ લગાવે છે.

પોરબંદરને પક્ષી અભ્‍યારણ કેવી રીતે તેનો રસપ્રદ ઇતિહાસ પ્રારંભીક રીતે મળતી વિગત મુજબ પોરબંદર આંગણે શહેરની મધ્‍યમાં દેશ-વિદેશ પક્ષીઓ કોઇ પણ જાતની અડચણ વગર વિચરે છે તેમાં ફલેમીંગો સુરખાબનો મોટા સમુદ્ર સફેદ ગુલાબી રંગની ચાદર પાથરતો શિસ્‍ત બધ્‍ધ વિદેશી પ્રકૃતિ સૌંદર્ય પ્રેમી પ્રવાસી જોડાયેલ. અભ્‍યાસ કર્યો જાત માહીતી મેળવી. પોતના વતનમાં જઇ આ પ્રકૃતી સૌંદર્ય પ્રેમીએ યુનોના મહામંત્રીશ્રીને પત્ર લખ્‍યો રજુઆત કરી અને યુનો મહામંત્રીશ્રીએ ભારત સરકારને વિસ્‍તૃત પત્ર લખ્‍યો જે તે સમયે ભારત સરકારમાં વડાપ્રધાન પદે  ઇંદીરાબેન ગાંધી પદ પર હતા અને તેઓશ્રી રાજકોટ જીલ્લાના જસદણના યુવરાજ શિવરાજ ખાચરને પોરબંદર અભ્‍યાસ અને નિરીક્ષણ માટે મોકલ્‍યા તેઓશ્રી પોરબંદર આવતા જે તે સમય પ્રમુખ સ્‍વ.લાલજીભાઇ હીરાભાઇ પાંજરીની મુલાકાત લીધેલ. પરિસ્‍થિતિ વાકેફ કર્યા અને તેઓશ્રીએ સાથે પોરબંદર-છાંયા રણનું નિરીક્ષણ કર્યુ આ પોરબંદર છાંય રણમં ગુજરાત ભરમં બે નમુન કહી શકાય તેવુ પક્ષી અભ્‍યારણ બનાવવાનું  નકકી કર્યુ. સોનામાં સુગંધ ભરે તેમ પોરબંદર નગર  પાલીકાનું શતાબ્‍દી વર્ષની ઉજવણી પ્રસંગે આ પક્ષી અભ્‍યારણ બનવવાનું કર્યુ. તેનો અમલ થયો. ભારતના માનનીય વડાપ્રધાનશ્રી ઇંદીરાબેન ગાંધીને ટુંક તૈયાર કરેલ અહેવાલ મોકલ્‍યો. કેન્‍દ્ર સરકારે પોરબંદર-છાંયા રણમાં પક્ષી અભ્‍યારણ સાકાર ગ્રાન્‍ટ મોકલી હતી.

 ડિસેમ્‍બર ૧૯૮૬માં જસદણ યુવરાજશ્રીએ આ રણ નિવાસી પક્ષીઓનું વ્‍યકિતગત નિરીક્ષણ કરેલું અને પોરબંદરના નેચરલ ફોટોગ્રાફર કિશોર જોશી દ્વારા ફલેમીંગો-સુરખાબ પક્ષીઓના અદભુત ફોટોગ્રાફસ પણ લીધેલા. તેઓશ્રીના અભિપ્રાય મુજબ લગભગ ૭પ પ્રકારના શહેરી વિસ્‍તારની તદન નજદીક ભાગ્‍યે જ જોવા મળે છે.

સૌરાષ્‍ટ્ર વાઇલ્‍ડ લાઇફ ફંડના સહકારમાં પોરબંદર નગર પાલીકાએ આ રણને વૈજ્ઞાનીક ધોરણે કુદરતી સ્‍વરૂપ આપીને પક્ષી અભ્‍યારણ બનાવવું જોઇએ તેવું ભારપુર્વક સુચન કરેલું છે. ખર્ચને પહોંચી વળવા માટે છાંયા પ્‍લોટથી બિરલા સુધી જતા રસ્‍તાની પુર્વ બાજુની રણ વિસ્‍તારની જમીન પુરી દઇને નગર પાલીકાએ તેનું રહેણાંક મકાનો માટે વેચાણ કરવુ જોઇએ. પમિ બાજુના રણમાં વરસદનું પાણી આવે છે તે વિશાળ તળાવ જેવ ભાગની ચારેબાજુ સુંદર મઝાના પાકા રસ્‍તા બાંધી રક્ષણ કરવું જોઇએ.

પ્રવૃતી પ્રેમીઓ શરમનો ઘુમટો તાણી બેસી વાહ વાહ કરાવનાર અને મુર્ખ બનાવતા નિવેદનો કરી તાલીઓના ગડગડાટથી પ્રશંસા મેળવવા કરતા સાચા માર્ગે અઢી લાખ જનતાની જીંદગી સાથે ખેલવાનું બંધ કરી પોરબંદર છાંયાનું બહાતુ પાણીનું રણ તથા પક્ષી અભ્‍યારણને જીવતદાન મળી રહે બેસી જાય તે દિશામાં પોતાની શકિત પણ વાપરી સાચા અર્થમાં ફલેમીંગો-સુરખાબી નગરના વિકાસમાં આગળ આવી નેતિક ધર્મ ફરજ બજાવે તે જરૂરી છે.

(1:25 pm IST)