Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

મોરબીમાં જાતિ પ્રત્યે અપમાનિત કરી યુવાન સહિતના ઉપર છરી-ધોકાથી હુમલો

મોરબી,તા.૨૭ `: મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં સામાન્ય બાબતે  મારામારીની ધટના બની હતી અને જાનથી મારી નાખવાની  જાતી પ્રત્યે અપમાનિત કર્યા હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે

 મળતી માહિતી મુજબ મોરબીના શોભેશ્વર રોડ પર રહેતા પંકજભાઈ પાલાભાઇ રાઠોડએ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના કાકા સાહેદ ઉમેશભાઈ આરોપી સોનલબેન અબ્બાસભાઈ કટીયાના ઘરની સામે રહેતા હોય જે તા.૨૫ રાતના અરસામાં ફરિયાદી પંકજભાઈ તથા સાહેદ ઉમેશભાઈ તથા હકીભાઈ અનુજાતિના હોય જે આરોપી સોનલબેન અબ્બાસભાઈ કટીયાને નહિ ગમતા તેઓએ ગાળો આપી જાતી પ્રત્યે અપમાનિત કરી સાહેદ સાહિલ ઉર્ફે હકીને પીઠના ભાગે લાકડાના ધોકાનો ઘા મારી તેમજ ફરિયાદી પંકજભાઈ ફરિયાદ કરવા જતા હોય દરમિયાન આરોપી સોનલબેનનો ભાઈ ઈસ્માઈલ ઉર્ફે શેરો મોવર, સોનલબેનનો બનેવી ફિરોજ અને શેરાનો દીકરો સમીર ફરિયાદી પંકજભાઈના મોટર સાઈકલ રસ્તામાં ઉભું રખાવી આરોપી ઈસ્માઈલ ઉર્ફે શેરો મોવારે છરીનો ઘા મારી તેમજ આરોપી ફિરોજે પગ પકડી નીચે પાડી દઈ આરોપી સમીરે લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોચાડી ગાળો આપી જાતી -ત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (

(1:22 pm IST)