Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

પોરબંદરઃ પથ્‍થરની ખાણમાંથી બે હેવી ઇલેકટ્રીક મોટરો ચોરી જનારા ૭ આરોપીઓ ઝડપાયા

પોરબંદર, તા., ૨૭: મીયાણી નજીક પથ્‍થરની ખાણમાંથી ર ઇલેકટ્રીક મોટરો ચોરી જનારા ૭ આરોપીઓને પોલીસે પકડી પાડયા છે.

 ફરીયાદી માલદેભાઇ કરશનભાઇ કારાવદરા રહે. નવા કુંભારવાડા પોરબંદર વાળાએ મીયાણી મરીન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ કરેલ કે મીયાણી ગામ બ્રહ્માજી રોડ ઉપર પોતાની પથ્‍થરની ખાણમાંથી કોઇ અજાણ્‍યો ચોર ઇસમ લુબી કંપનીની ઇલેકટ્રીક મોટર નંગ-ર કિ. રૂા. ૩૦,૦૦૦ની ચોરી કરીને લઇ ગયા અંગેની ફરીયાદ જાહેર કરતા અજાણી વ્‍યકિત વિરૂધ્‍ધ ગુન્‍હો દાખલ કરવામાં આવેલ હતો.

પોરબંદર ગ્રામ્‍યના માર્ગદર્શન હેઠળ  એચ.સી.ગોહીલ ઇ.ચા. પોલીસ ઇન્‍સ. મીયાણી મરીન પોલીસ સ્‍ટેશન તથા સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્‍યાન મીયાણી પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ. ડી.બી.રાઠોડ જેઓ બંદોબસ્‍તમાં બહાર હોય તેઓને તથા પોલીસ હેડ કોન્‍સ. રાયદેભાઇ ઓડેદરાને બાતમી રાહે મળેલ હકિકત આધારે કુછડી ગામે બહારસીમ પડતર ખાણ વિસ્‍તારમાંથી આરોપી (૧) મેણંદ માલદે ઓડેદરા ઉ.વ.૩૦ રહે. કુછડી ગામ કુંડલા સીમ તા.જી.પોરબંદર (ર) રાજુ ઉર્ફે ઓમ રમેશભાઇ કડછા ઉ.વ.૩ર રહે. રોકડીયા હનુમાન મંદિર પાછળ રાધેશ્‍યામ પાર્ક પોરબંદરવાળાઓના કબજામાંથી આ કામે ચોરીમાં ગયેલ લુબી કંપનીની મોટર નંગ-ર કિ. રૂા. ૩૦,૦૦૦ ની મળી આવતા કબ્‍જે કરેલ છે.

બંને આરોપીઓની પુછપરછમાં આ ચોરીની મોટરો પોતાને (૧) સંજય ભોજાભાઇ વાઘેલા (ર) રામ નાથાભાઇ વાઘેલા રહે. બંને મીયાણી ગામ તા.જી.પોરબંદરવાળા રાતના બે વાગ્‍યા પછી ઠાઠુ રીક્ષામાં લઇને આપી ગયેલાની અને રૂા. ૨૫૦૦૦માં બીલ વગરની વેચાણથી લીધેલાની કબુલાત કરતા આ કામે આરોપી ક૧) સંજય ભોજાભાઇ વાઘેલા ઉ.વ.૧૯ (ર) રામ નાથાભાઇ વાઘેલા ઉ.વ.૧૯ રહે. મીયાણી તથા ચોરીનો મુદામાલ રાખનાર (૩) મેણંદ માલદે ઓડેદરા ઉ.વ.૩૦ રહે. કુછડી (૪) રાજુ ઉર્ફે ઓમ રમેશભાઇ કડછા ઉ.વ.૩૧ રહે. રોકડીયા હનુમાન મંદિર પાછળ વાળાઓને અટક કરવામાં આવેલ અનેચોરીનો ગુન્‍હો કરવામાં ઉપયોગ ખુશ્‍બુ કંપની ઠાઠુ રીક્ષા રજી. નંબર જીજે રપ યુ ૦૬૧ર કિ. રૂા. ૫૦,૦૦૦ ગણી કબ્‍જે કરેલ છે.

આ ચોરી બાબતે આરોપી સંજય ભોજા વાઘેલા તથા રામ નાથાભાઇ વાઘેલાની પુછપરછ કરતા આ ચોરીમાં પોતાની સાથે મદદ કરવામાં (૧) રાકેશ રામજીભાઇ વાઘેલા (ર) સંજય હરજી વાઘેલા (૩) કાના કારા વાઘેલા રહે. મીયાણી ગામ વાળા સંડોવાયેલાની હકીકત જણાવતા મજકુર  ત્રણેય આરોપીને પણ શોધી અટક કરવામાં આવેલ આમ કુલ ૭ આરોપીઓની ધરપકડ કરી ચોરીમાં ગયેલ મુદામાલ કબ્‍જે કરી અનડીટેકટ ચોરીના ગુન્‍હાનો ભદ ગણતરીના દિવસોમાં ઉકેલી મિયાણી મરીન પોલીસે કામગીરી કરેલ છે. એચ.સી.ગોહીલ ઇ.ચા. પોલીસ ઇન્‍સ્‍પેકટર મીયાણી મરીન પોલીસ સ્‍ટેશન તથા પોલીસ હેડ કોન્‍સ. રાયદેભાઇ ઓડેદરા તથા પોલીસ હેડ કોન્‍સ. કારાભાઇ મોકરીયા તથા લોકરક્ષક ભરતભાઇ કાનાભાઇ તથા ડ્રાઇવર પોલીસ કોન્‍સ. સવદાસભાઇ બાવાભાઇ વિગેરે મીયાણી મરીન પોલીસ સ્‍ટેશનનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(1:19 pm IST)