Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જૂનાગઢ કોંગ્રેસની રજુઆત

 જૂનાગઢ : લોકોની સમસ્‍યા દુર કરવા લોકોની વાત સતાધીશો સુધી પહોચાડવા માટે વોર્ડ નંબર ૨ના શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ પટેલે લોકોની રજુઆત સાંભળી હતી. રોડ રસ્‍તાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા છે. તાત્‍કાલીક સમસ્‍યાનુ સમાધાન થાય એવી માંગણી જુનાગઢ મ.ન.પા તંત્રને કરવામા આવી હતી. સતાધીશોને શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્‍યું કે જુનાગઢના લોકો માટે હંમેશા લડાઈ કરતો આવ્‍યો છું અને કરીશ.

(1:17 pm IST)