Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

એમ.ડી. મહેતા પરિવારે વતનનું ઋણ ચુકવીને દિકરીઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કર્યુ : રાઘવજીભાઇ પટેલ

ધ્રોલની એમ.ડી.મહેતા એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ગર્લ્‍સ હાઇસ્‍કુલના ૫૦ વર્ષમાં પ્રવેશની ઉજવણી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૨૭ : સૌરાષ્ટ્રની ખ્‍યાતનામ ધ્રોલની એમ.ડી. મહેતા એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટસ્‍ટ સંચાલીત ગર્લ્‍સ હાઈસ્‍કુલ ૫૦ વર્ષમાં પ્રવેશ કરતા આ ભવ્‍ય પ્રસંગની ઉજવણી માટે ભુતપૂર્વ વિધાર્થીનીઓના સ્‍નેહ મિલન સમારોહનું આયોજન કરવામા આવ્‍યુ હતુ અને આ સમારોહના અધ્‍યક્ષ રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ઉધ્‍ધાટન કર્યુ હતુ.

આ પ્રસંગે રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલએ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્‍યુ હતુ કે, ધ્રોલ તાલુકો નહી પણ આજુબાજુનો વિસ્‍તાર નસીબદાર છે કે, વણીક પરીવાર એવા એમ.ડી. મહેતા પરીવારે પોતાના વતનનું રૂણ ચુકવીને આ સંસ્‍થાની સ્‍થાપના કરીને દિકરીઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કર્યુ છે અને આ સંસ્‍થાના હૃદય સમાન સુધાબેન ખંઢેરીયા આ સંસ્‍થાના જનત માટે પોતાની આખી જીંદગી ખર્ચી નાખી છે ત્‍યારે કોઈ કહય છે કે, પેઢી અને જીવન સુધારવુ હોય તો શિક્ષણ આપવ જોઈએ ત્‍યારે આ વિસ્‍તારની દિકરીઓ માટે મહેતા પરીવારે શિક્ષણ આપવાનું નકકી કરીને આ સંસ્‍થાનું નિર્માણ કરીને મોટુ પ્રારંભનું કામ મર્યુ છે અને આ એમ.ડી. મહેતા સંસ્‍થા દરેક સમાજની દિકરીઓ માટે શિક્ષણ આપવાનું જે કાર્ય કરી રહયા છે તેનું રૂણ કયારેય નહી ચુકવાય તેવી માર્મિક ટકોર કરી હતી

જયારે આ પ્રસંગે મુખ્‍ય વકતા તરીકે લોકભારતી વિધાપીઠ, સણોસરાના કુલપતિ ડો. ભદાયુભાઈ વચ્‍છરાજાનીએ પોતાની આગવી શૈલીમાં વકતવ્‍ય આપવા જણાવ્‍યુ હતુ કે, ધ્રોલની ગૌરવશાળી એમ.ડી. મહેતા ગલ્‍સ હાઈસ્‍કૂલની આ યાત્રા ૫૦ વર્ષમાં પ્રવેશ કર્યો છે તયારે આ યાત્રા ૧૦૦ વર્ષ પછી પણ આપણે હાજરી આપવાની છે એવી કઈ પણ હશે કે એમ.ડી. મહેતા અને ધ્રોલ ઠાકરો સાહેબ મળ્‍યા અને મિત્ર થયા બાદ દિકરીઓ માટે આ સંસ્‍થાનું નિર્માણ થયુ છે, દાખલો આપતા ભદાયુભાઈએ જણાવ્‍યુ કે, વણીક પરીવારમાં એક વ્‍યવસ્‍થા હોય છે જે દરેક જ્ઞાતિએ શિખવા જેવી છે,

વણીક પરીવારમાં કોઈ કાર્ય થાય તેમા પરીવારમાં કોઈ ચંચુપાત કરતુ નથી અને જે જેનું કાર્ય તેમા સહભાગી થાય છે ત્‍યારે આ સંસ્‍થાના વટવૃક્ષ સમાન સંસ્‍થાના સુધાબેન અને હંસાબેન વિશે જણાવ્‍યુ કે, આપણે એક જગ્‍યાએ પલોઠીવાળીને લાંબો સમય બેસી શકતા નથી તે વચ્‍ચે સુધાબેન ખંઢેરીયાએ ૫૦ વર્ષ સુધી આ સંસ્‍થામાં બેસીને પરણ્‍યા વગર સમાજની દિકરીઓને ભણાવવા માટે ભેખ પેરી લીધો છે તયારે લોકો માને છે કે બહેનો પરણ્‍યા નથી પણ હું એવુ માનુ છું કે, આ સંસ્‍થા સાથે વચનબંધ થઈને સમાજમાં મોટુ યોગદાન આપ્‍યુ છે આવુ વ્‍યકિતત્‍વ સંસાર અને સમાજને ઘણું બધુ આપે છે તેના માટે સાધ્‍વી બનવાની કે, લગ્ન કરવાની જરૂર નથી તેવી ટકોર કરી હતી તેમજ વર્ષો પહેલા કપરાકાળમાં સુધાબેન અને હંસાબેન આ સંસ્‍થા માટે સમય વિતાવ્‍યો છે અને ૫૦ વર્ષની તેમના માટે નાની સુની નથી

આ સંસ્‍થાના સેક્રેટરી એવા અને સંસ્‍થા ચલાવવામાં પોતાનું જીવન સમર્પિત કરનાર સુધાબેન ખંઢેરીયાએ પોતાના ભાવાત્‍મક પ્રવચનમાં ભુતપુર્વક વિધાર્થીનીઓને તેમજ આ સંસ્‍થા ચાલુ થઈ ત્‍યારથી માંડીને ૫૦ વર્ષ સુધી સંઘર્ષમય યાત્રા યાદ કરી હતી અને આ સંસ્‍થાઓની ભુતપુર્વ વિધાર્થીનીઓ જે સફળ સંચાલન કરે છે અને મહેમાનોનો આભાર માનીને ભાવુક થયા હતા

આ સંસ્‍થાના એમ.ડી. મહેતા બાદ તેમના પરીવારના ધર્મેશભાઈ મહેતા આ સંસ્‍થાને આગળ ચલાવવા માટે કટીબધ્‍ધ હોય તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહીને પોતાના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્‍યુ હતુ કે, આ સંસ્‍થાએ ૫૦ વર્ષની સફળ દરમયાન દુનીયા ઘણી બદલાઈ ગઈ છે શિક્ષણમાં પણ ધરખમ સુધારો થયો છે, આપણે આધુનીક શિક્ષણ તરફ આગળ વધવુ પડશે,આ સંસ્‍થાની વાત કરીએ તો ૫૦ વર્ષથી ચલાવી રહયા છે તેનું યોગદાન ધ્રોલને શુ મળ્‍યુ તેની વાત કરતા જણાવ્‍યુ હતુ કે, વર્ષો પહેલા દિકરીઓ માટે શિક્ષણ આપવુ ભારે કપરૂ હતુ તેવા સમયે આ સંસ્‍થાની શરૂઆત થઈ હતી તેમ કહીને એમ.ડી. મહેતા અને ધ્રોલ ઠાકરો સાહેબને યાદ કર્યા હતા અને હરસુખભાઈ મહેતાને યાદ કરીને જણાવ્‍યુ હતુ કે, શિક્ષણ એ જીવનમાં સુધારો લાવી શકે છે અને શિક્ષા કયારેય ખતમ થતી નથી તેમ કહીને હરસુખભાઈ મહેતાની વાતો વર્ણવી હતી.

વધુમાં ધર્મેશભાઈ મહેતાએ જણાવ્‍યુ હતુ કે, દુકાળના સમયે પણ આ સંસ્‍થામાં કોઈ સમસ્‍યા થવી ન જોઈએ અને અને હરસુખભાઈ મહેતા ભુંકપના સમયે પણ આ સંસ્‍થામાં અભ્‍યાસ કરતી દિકરીઓની ચિંતા કરીને સીધા જ ધ્રોલ આવી ગયા હતા સંસ્‍થા માત્ર રસ્‍તો બનાવી શકે અને શિક્ષકો દરવાજો છે અને વિદ્યાર્થીઓને તેમાથી પસાર થવાનું હોય છે તેવી સરસ વાત કરી હતી ત્‍યારે આ સંસ્‍થાના ૫૦ વર્ષ દરમ્‍યાન ધણી દિકરીઓ પસાર થઈને સારુ જીવન અને ઉચ્‍ચ હોદા સહીત જીવન પસાર કરી રહી હોવાની વાત કરી હતી આ સંસ્‍થા માટે મહેતા પરીવાર કાયમ સમર્પિત રહેશે તેવી અંતે વાત કરી હતી

ધ્રોલની પ્રખ્‍યાત એવી એમ.ડી. મહેતા ગલ્‍સ હાઈસ્‍કુલના ૫૦ વર્ષમાં પ્રવેશ પ્રસંગે મોટી સંખ્‍યામાં ભુતપુર્વ વિદ્યાર્થીનીઓ ઉપસ્‍થિત રહી હતી અમુક વિદ્યાર્થીનીઓ વિદેશ હોય તેમ બહારના રાજયમાં હોય ધ્રોલ આવી પહોચીને પોતાના વિચારો રજુ કર્યા હતા અને પોતાની જુની યાદો યાદ કરીને આ સંસ્‍થામાં ભાવુક તેમજ લાગણીઓના દશ્‍યો જોવા મળ્‍યા હતા

આ પ્રસંગે સંસ્‍થાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત સાથે શરૂ કરીને વિવિધ સંસ્‍કૃતિક કાર્યકરો રજુ કર્યા હતા અને આ કાર્યક્રમનું આ સંસ્‍થાની દરેક બહેનો, સ્‍ટાફએ સફળ સંચાલન કરીને કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

(1:16 pm IST)