Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

મોટી પાનેલી ઉપર મેઘો મહેરબાન ધરતીપુત્રો ખુશહાલ અડધો કલાકમાં પોણો ઇંચ વરસ્‍યો

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી, તા.૨૭: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ઉપર મેઘરાજા મહેરબાન હોય એમ ધરતીપુત્રોની જરૂરિયાત મુજબ એકાતરા વરસી જાય છે ગઈકાલે સાંજે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ અંધકાર છવાઈ ગયો હતો જોતજોતામાં જોરદાર પવન સાથે મેઘરાજાએ સટાસટી બોલાવતા અડધો કલાક માં જ પોણો ઇંચ પાણી પડી જતા રોડ રસ્‍તા ઓ નદીઓ માં ફેરવાઈ ગયા હતા ખેતરોમાં પણ પાણી ફરી વળતા ધરતીપુત્રો ગેલ માં આવી ગયા હતા આગોતરું વાવેતર કરેલ મોલ ઉપર કાચું સોનુ વરસી રહ્યું હોય ખેડૂતો ખુશહાલ જોવા મળે છે.

(11:32 am IST)