Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ગોંડલ પાલિકાની હદમાં આવેલ હોર્ડીંગ બોર્ડ ઉપર તવાઇ બોલાવવી જરૂરી

ચોમાસાની ઋતુ દરમિયાન વાવાઝોડાને કારણે હોર્ડીંગ બોર્ડથી ખતરાની શકયતા

(હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ તા. ૨૭ : ગોંડલ નગરપાલિકા દ્વારા ગોંડલ શહેરમાં કોન્ટ્રાકટ આપીને હોર્ડીંગ બોર્ડમાંથી તગડી આવક ઉભી કરીને પ્રાઈવેટ પાર્ટીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે પરંતુ આ કોન્ટ્રાકટમાં પાર્ટી દ્વારા કોઈ પણ પ્રકારનો વીમો લેવામાં આવતો ન હોવાના આક્ષેપો સંદીપ સોલંકીએ કરીને જણાવ્યું હતુ કે ચોમાસામાં વાવાઝોડાને કારણેઙ્ગ હોડીગબોર્ડ ઉડીને અકસ્માતમાં નોતરે તે પહેલાં તંત્ર દ્વારા પગલાં ભરવા જરૂરી બન્યા છે.
ઙ્ગસંદીપ સોલંકીએ વધુ જણાવ્યું હતું કે પ્રાઇવેટ પાર્ટીને હોર્ડીંગ બોર્ડનો કોન્ટ્રાકટ આપતા પહેલા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને નીતિનિયમો સાથે કોન્ટ્રાકટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા પરંતુ હોર્ડીંગ બોર્ડનો કોન્ટ્રાકટ મળ્યા બાદ તમામ નીતિનિયમોનું ઉલાળીયો કરીને જમીનની અંદર પૂરતું બોકિસંગ તેમજ હોર્ડીંગ બોર્ડની ઉંચાઈને લઈને અનેક સમસ્યાઓ ચોમાસાની ઋતુમાં ઉત્પન્ન થઇ છે ત્યારે તેજ ગતિએ પવનને કારણે અનેક હોર્ડીંગ બોર્ડના બોકિસંગ હચમચી ગયા હોવાથી અકસ્માતમાં થવાની શકયતાઓ ઉજળી બની છે વધુમાં જણાવે છે કે બસ સ્ટેન્ડ ચોકમાં મેડી ઉપર ગુંદાળા દરવાજા બાજુની પ્રાઇવેટ પ્રોપટી ઉપર પાંજળાપોળ બસ સ્ટેશન પાસે શૌચાલય ઉપર ગુંદાળા ચોકડી બ્રિઝ ઉપર તેમજ રેલવેના અંડર બ્રિઝમાં સામેની દીવાલ ઉપરઙ્ગ જેવી અનેક જગ્યાએ મોત નો સમાન ખડકી દીધેલો હોય જે ચોમાસામાં તેજ ગતિએ પવન તેમજ વાવાઝોડા ને લઈને આવા હોર્ડિંગબોર્ડ તંત્ર દ્વારા લોકોની સલામતી માટે તાત્કાલિક ધોરણે ઉતારી લેવા જોઈએ તેવું સંદીપ સોલંકીએ જણાવ્યું હતું.

 

(10:54 am IST)