Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

બગસરાના વિજ કર્મચારીનો ૨૦ કલાકે તણાઇ ગયા બાદ કાદવમાંથી મૃતદેહ મળ્યો : શીલાણાના પરિવારમાં શોક

ખુશાલભાઇ વેકરીયાના ૧ વર્ષ પહેલા જ લગ્ન થયા'તાને મહિના પહેલા જ બાળકનો જન્મ થયો'તો

બગસરા તા. ૨૭ : બગસરાના શીલાણા ના રહેવાસી પીજીવીસીએલનો કર્મચારી રાત્રે ફરજ પર બગસરા કચેરીએ જઈ રહ્યો હતો તે દરમિયાન જામકા નજીક નદીમાં તણાઇ જતા તેનો મૃત્યુ નીપજયું હતું.ઙ્ગ
શનિવારે સાંજના સમયે બગસરા પંથકમાં ખુબ જ વરસાદ ખાબકયો હતો. વરસાદ થંભી ગયા બાદ ખુશાલભાઈ ધીરૂભાઈ વેકરીયા ઉંમર વર્ષ ૨૫ રાત્રિના ૮ કલાકે શીલાણાથી પોતાના ફરજ પરના સ્થળ બગસરા પીજીવીસીએલ કચેરીએ જવા માટે નીકળ્યા હતા પરંતુ ઘણો સમય વિત્યા છતાં ફરજ પર ન પહોંચતા ઘરના સદસ્યો તથા કચેરીના સાથી કર્મચારીઓ માં દોડધામ થઇ ગઈ હતી. રાત્રિના સમયે તપાસ કરતા તેનું બાઈક જામકા નજીક ના બેઠા પુલ પાસે નદીમાં મળી આવ્યું હતું. આ ઘટના બાબતે જામકાના સરપંચ ભરતભાઈ ડાંગરના જણાવ્યા અનુસાર રાત્રીના લગભગ ૧૦ વાગ્યાથી આ કર્મચારીને શોધવા માટે પીજીવીસીએલ કચેરી, તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, સ્થાનિક જામકા ગામના લોકોઙ્ગ સહિતના શોધખોળમાં લાગી ગયા હતા તેમજ વહેલી સવારથી એનડીઆરએફની એક ટુકડી પણ આ કાર્યમાં જોડાઈ ગઈ હતી. તરવૈયાઓની ખૂબ જ મહેનતને અંતે બપોરે ૪ વાગ્યા આસપાસ કર્મચારી નો મૃતદેહ નદીના પટમા કાંપઙ્ગ માંથી મળી આવેલ હતો. જેને બાદમાં પોસ્ટમોર્ટમ માટે બગસરા સરકારી દવાખાના મોકલી આપવામાં આવ્યો હતો. આશાસ્પદ યુવાનના મૃત્યુથી શિલાણા પંથકમાં ઘેરો શોક ફેલાયો છે.
મૃતક યુવાનના હજુ એક વર્ષ પહેલાં જ લગ્ન થયેલા હતા તેમજ ૩૨ દિવસ પહેલા જ તેને ત્યાં બાળકનો જન્મ થયો હતો આ બનાવને પગલે પરિવારમાં પણ માતમ છવાયો છે.
સનાળીયાથી જામકા નીકળતા ત્યાં કોજવેર પર પાણીમાં મોટર સાયકલ સાથે યુવક પડી જતા યુવક ખુશાલભાઈ વેકરીયાની શોધખોળઙ્ગ આખી રાત અને દિવસ ચાલી હતી. બગસરા મામલતદાર જીડ, બગસરા પીઆઇ પ્રસાદ, પોલીસ સ્ટાફ ટીડીઓ સનાળિયાના સરપંચ ગામના તરવૈયાઓ તેમજ ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દલસુખભાઈ પાનસુરીયા, પીજીવીસીએલના મહીડા, નગરપાલિકાના પ્રમુખ ખીમસુરીયાઙ્ગ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બગસરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારે બગસરા પંથકમાં ચોમાસાના આરંભે જ પાણીના ઘુના કાદવમાં ફસાઈ જતા યુવાનની મોત નીપજયું હતું.

 

(10:52 am IST)