Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

વઢવાણમાં થયેલ હત્યાના તમામ આરોપી ઝડપાયા

વઢવાણ, તા.૨૭ઃ વઢવાણ દુધની ડેરી પાછળ આવેલ મફતીયાપરામાં તા.૨૧મીઍ પૈસાની લેતીદેતીમાં ઍક વ્યક્તિની હત્યા થયેલ હતી. સુરેન્દ્રનગર સહીત બી ડીવીઝન પોલીસે આ બનાવના તમામ આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે.
મારવાડી લાઈનમાં રહેતા ભરતભાઈ ગાંડાભાઈ પનારાના ભત્રીજા સંજયને દુધની ડેરી પાછળ રહેતા ભાવિન સોમાભાઈ ઝીંઝુવાડીયા સાથે પૈસાની લેતીદેતી બાબતે તકરાર થતા ઝગડો થયો હતો. આથી ભરતભાઈ પનારા અને તેમના ભાઈ કમલેશભાઈ ગાંડાભાઈ પનારા તથા અન્યો ભાવિનના  ઘર પાસે સમજાવવા ગયા હતા. દરમ્યાન બે મહિલા સહીત છ શખ્સોઍ છરી, ધારીયા, લાકડા ધોકાથી હુમલો કરતા કમલેશભાઈનું છરીના ઘાથી મોત નિપજેલ હતું. બનાવ અંગે બી-ડીવીઝન પોલીસમાં બે મહિલા સહિત છ સામે ગુનો નોંધાયો હતો.
બી ડીવીઝન પોલીસે આ બનાવમાં સર્વેલેન્સ સ્કવોડના  સ્ટાફ સાથે ઝડપી તપાસ કરીને ગુનામાં સંડોવાયેલા દશરથ સોમાભાઈ ઝીંઝુવાડીયા, ભાવીન સોમાભાઈ ઝીંઝુવાડીયા, રવિ ઉર્ફે ટકો જગમાલભાઈ અઘારા,રાહુલ ઉર્ફે ભુવા રણજીતભાઈ કેરવાડીયા, મરઘાબેન સોમાભાઈ ઝીંઝુવાડીયા, તથા જીજ્ઞાબેન પ્રવિણભાઈ ઝીંઝુવાડીયાને ગુનામાં વાપરેલ હથિયારો સાથે ઝડપી લઈને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
નોટ કૌભાંડમાં રિક્ષાચાલકનું નામ ખુલ્યુ
સુરેન્દ્રનગરમાં થોડા દિવસ પહેલાં નકલી ચલણી નોટ બજારમાં વટાવવાના પ્રયાસમાં શ્યામ અશોકભાઈ ઝાલા, ધર્મેશ કરસનભાઈ મકવાણા, પિયુષ રમણલાલ શાહ, -દીપ ઉર્ફ ટીના મહારાજ, શાંતિદાસ દૂધરેજિયા નામના છ શખ્સોને ઍસ. ઓ.જી પોલીસે ૩૪,૮૦૦ મૂલ્યની નકલી નોટ સાથે ઝડપી લીધા  હતા. તે તમામની પૂછપરછમાં નકલી નોટ લેનાર અને વધુ ઍક નામ ખુલ્યુ છે. ઍવું બહાર આવેલ છે કે, શહેરની વર્ધમાન શેરીમાં રહેતા અને રિક્ષા ચલાવતા ક્રિષ્ના ઉર્ફે કિશન કાળુભાઈ સાપરાઍ પણ પિયુષ શાહ પાસેથી રૂપિયા ૨૦૦૦ની અસલ નોટના બદલામાં ચાર હજારની નકલી નોટ લઈને બજારમાં વટાવી લીધી હતી. પોલીસે કિશન ઉર્ફ ક્રિષ્નાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(10:49 am IST)