Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

મોરબીના યુવાનની પ્રમાણિકતા, રોકડ અને ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ મૂળ માલિકને પરત આપ્યું.

મોરબી : આજના હળાહળ કળીયુગમાં હજુ માનવતા મહેકાવતા અનેક કિસ્સાઓ જોવા મળતા હોય છે જેમાં મોરબીમાં એક યુવાનનું રોકડ ભરેલું પાકીટ ખોવાયું હોય જે કશી લાલચ રાખ્યા વિના મૂળ માલિકને પરત કરીને યુવાને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે

મોરબીના મહેન્દ્રનગર ગામના ગણેશ સોસાયટીના રહેવાસી તૃણાલપરી મહેશપરી ગોસાઈ નામના યુવાનને પાકીટ મળ્યું હતું જેમાં ચેક કરતા ૧૫,૧૦૦ રોકડ રકમ અને જરૂરી ડોક્યુમેન્ટ હતા જેથી યુવાને લોભ લાલચને વશ થયા વગર પાકીટ બી ડીવીઝન પોલીસ મથકમાં પહોંચીને પીએસઓ પ્રવીણભાઈ ઝાપડીયાને સોપ્યું હતું જેથી પોલીસે ડોક્યુમેન્ટને આધારે મૂળ માલિક ગણેશભાઈ ઉકાભાઈ કુંવરખાણીયા( રહે રવાપર નદી વાળા) નો પત્તો મેળવ્યો હતો અને સાચા માલિકની ખરાઈ કરીને પાકીટ યુવાનને પરત સોપવામાં આવ્યું હતું અને મોરબીના યુવાને પ્રમાણિકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

(11:35 pm IST)