Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

જૂનાગઢના કલેકટર ડો.સૌરભ પારધી ટવીન્સના પિતા બન્યા

 જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના સમાહર્તા અને જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી ટવીન્સના પિતા બન્યા છે, હાલ કોરોના મહામારીને લઈને સતત જિલ્લામાં ૨૪ કલાક લોકોની ચિંતા કરતા એવા જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના ઘરે શુક્રવારે ખુશીના સમાચાર આવ્યા હતા, 

ડૉ. સૌરભ પારધી ના ધર્મપત્નીએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ટવીન્સને જન્મ આપ્યો હતો. જેમાં એક પુત્ર અને એક પુત્રીએ જન્મ લેતા સિવિલ હોસ્પિટલમાં ખુશીની લ્હેર દોડી ગયેલ હતી. માતા અને બન્ને ક્યૂટ બાળકો ની તબિયત ખુબજ સારી છે..

જિલ્લા કલેકટરે સિવિલ હોસ્પિટલની કામગીરી અને તબીબોની કામગીરીથી ખુશી વ્યક્ત કરી છે. હોસ્પિટલના ડો.પુનમબેન કોડીનારીયા, ડો.પ્રિયંકા જોગિયા અને નીલેશ બારૈયાની સતત દેખરેખ હેઠળ ડીલીવરી કરવામાં આવી હતી.

ડૉ. સૌરભ પારધી ૨૦૧૧ બેચના આઇ. એ. એસ. અધિકારી છે અને એ પહેલા તેઓ એમ.બી.બી.એસ. થાય હતા, કલેકટર ડૉ. સૌરભ પારધી ખુદ એક ડોકટર હોવા થી સિવિલ હોસ્પિટલ ની ગાયનેક ટીમ સાથે સતત કાર્યરત હતા

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવર્તમાન કોરોના મહામારીમાં સમયમાં જૂનાગઢ જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લોકપ્રિય કલેકટર ડૉ. સૌરભ પારધી ને ત્યાં જોડિયા બાળકો નું આગમન થતાં તેમના ચાહક વર્ગ દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે

(3:56 pm IST)