Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

લીંબડીમાં ૨૨ લાખની ખનીજ ચોરી

વઢવાણ,તા.૨૭ : ગઈ કાલે રાત્રે ૧૧.૦૦ કલાકે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુ સુરેન્દ્રનગરની તપાસ ટીમ અને પી. એસ.આઇ.શ્રી લીંબડીની તપાસ ટીમ સાથે સંયુકત તપાસ  લીંબડી ખાતે ભોગાવો નદી પટમાં ગેરકાયદેસર સાદી રેતી ખનિજ ચોરી ઝડપી પાડી જેમાં એક જેસીબી મશીન જેના ચાલકની પૂછતાછ કરતાં નામ ગૌશ આલમ લાલ મહમદ રે.એમ.પી અને હાલનું ઠેકાણું અભિજીત સિંહ ગિરિરાજસિંહ ઝાલાની વાડી ખાતે નું જણાવેલ..

  સદર ગેરકાયદેસર સાદી રેતી ખનિજ ખનન સંગ્રહ વોશ પ્લાન્ટ ના સંચાલક/વહીવટ કર્તા વિશે પૂછતા નવદીપ સિંહ ગિરિરાજસિંહ ઝાલા રે. સૌકાં, તનવીર સિંહ જીતેન્દ્રસિંહ ઝાલા રે.સૌકા, અભિજીત સિંહ ગિરિરાજ સિંહ ઝાલા રે.સોકા વાળા હોવાનું જણાવેલ જેથી આ તમામ  ઈસમો વિરૂધ્ધ ગેરકાયદેસર સાદી રેતી ખનિજ ચોરી ૫૯૪૯.૪૪૪મે.ટન ખનન સંગ્રહ કરવા સબબ રૂ.૨૨,૧૩,૨૯૧.૮૫/- ની પોલીસ ફરિયાદ   લીંબડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરેલ છે.

(11:41 am IST)