Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ધી જૂનાગઢ સહકારી બેન્ક લી. દ્વારા મંડળીઓને માઇક્રો એટીએમનું વિતરણ

જવાહરભાઇ ચાવડા, જશાભાઇ બારડ, ડોલરભાઇ કોટેચા સહિતનાની ઉપસ્થિતી

જૂનાગઢઃ તસ્વીરમાં માઇક્રો એટીએમનું વિતરણ કરાયું તે નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા.જૂનાગઢ)

જૂનાગઢ,તા.૨૭:ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી. દ્વારા ગામડાઓમાં ખેડૂતોને ડીઝીટલ સુવિધા મળી રહે અને ખેડૂતોને બેંક સુધી નાણાં ઉપાડવા માટે ધકકો ન થાય, સમય બચે અને સલામતી રહે અને ખર્ચ વગર ઘરે બેઠા પોતાના ગામમાં મંડળીએથી પોતાના ખાતામાંથી એ.ટીએમ ડેબીટ કાર્ડ દ્વારા નાણાં ઉપાડવાની સવલત શરૂ કરાઇ છે.

બેંક દ્વારા મંડળીઓને સહકાર સાથી યોજના હેઠળ માઇક્રો એ.ટી.એમ આપવા માટે બેંકના ચેરમેન શ્રી ડોલરભાઇ કોટેચાએ દરેક ગામડાના ખેડૂતોને પોતાના ગામમાં પોતાનાં ખાતામાંથી પોતે નાણાં ઉપાડી શકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ડીઝીટલ ઇન્ડીયા કેશલેસ બેકીંગ અમલીકરણના ભાગરૂપે યોજના બધ્ધ કાર્યક્રમ તૈયાર કરી આ કાર્યક્રમના ભાગરૂપે બેંકની ગીરગઢડા શાખા સાથે સંયોજીત શ્રી વડવીયાળા સેવા સહકારી મંડળી લી., ઉના શાખા સાથે સંયોજીત શ્રી ચીખલી સેવા સહકારી મંડળી લી. તથા શ્રી કાણકીયા સેવા સહકારી મંડળી લી. અને સુરવા શાખા સાથે સંયોજીત શ્રી આંકોલવાડી ેસેવા સહકારી મંડળી લી., તાલાળા શાખા સાથે સંયોજીત શ્રી ભીમદેવળ સેવા સહકારી મંડળી લી.ને માઇક્રો એ.ટી.એમ કેબીનેટ મંત્રી (પ્રવાસન) જવાહરભાઇ ચાવડા, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ તથા પૂર્વ ચેરમેન શ્રી જેઠાભાઇ પાનેરાના હસ્તે બેંકની મુખ્ય કચેરી, જૂનાગઢ ખાતે મંડળીના પ્રમુખશ્રીઓને માઇક્રો એ.ટી.એમનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે બેંકના વાઇસ ચેરમેન મનુભાઇ ખુંટી, ડીરેકટરશ્રી પૂંજાભાઇ બોદર તથા બેન્કનાં મેનેજર-સીઇઓ કિશોરભાઇ ભટ્ટ ઉપસ્થિત રહેલ હતા. તેમ બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચાની યાદીમાં જણાવેલ છે.

(11:08 am IST)