Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ખંભાળીયા નજીક ૧૬.૭ર લાખના દારૂ ભરેલા ટ્રક સાથે એક ઝડપાયો

દારૂનો જથ્થો-ટેન્કર મળી કુલ ર૮.૭ર લાખની મતા કબ્જેઃ પાઇલોટીંગ કરનાર ટેન્કર ચાલકની શોધખોળઃ જિલ્લા એલસીબીની કાર્યવાહી

ખંભાળીયા, તા., ર૭: ખંભાળીયા-જામનગર હાઇવે પર આવેલ મુન્દ્રા ફર્નિચર નજીકથી પસાર થતા ટ્રકને અટકાવી પોલીસે તલઅશી લેતા ટ્રકમાંથીછ વિદેશી દારૂની કુલ ૪૬૦ ેટી  (પપર૦) બોટલ દારૂ કિ. રૂ. ૧૬.૭ર,૮૦૦નો મળી આવતા ટ્રક સવાર દિનેશ ભાગી રથરામ બીશનોઇ રહે. બાવતભાઇ ભેરરૂદી ગામ તા. શેડવા જી. બારમેડ રાજસ્થાન વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો.

જયારે ટ્રક ચાલક તથા પાઇલોટીંગ કરનાર બાઇક ચાલક નાશી છુટતા બંન્નેની શોધખોળ હાથ ધરી છે. એલસીબીએ વિદેશી દારૂ તથા ટ્રક મળી કુલ રૂ. ર૮.૭ર લાખનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા શખ્સની પુછપરોછ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ ગઇકાલે ખંભાળીયા-જામનગર હાઇવે પર નજીક મુંન્દ્રા ફર્નિચર પાસેથી પસાર થતા સિમેન્ટના ટ્રકમાં વિદેશી દારૂ ભરી લઇ જવાતો હોવાની બાતમી જીલ્લા ક્રાઇમ બ્રાંચને મળતા બાતમીના આધારે હાઇવે પર વોચ ગોઠવી પસાર થતા ઙ્ગટેન્કરને રોકી તલાશી લેવામાં આવતા ટેન્કરમાંથી વિદેશી દારૂની કુલ ૪૬૦ પેટી (પપર૦) બોટલ દારૂ કિ. રૂ. ૧૬,૭૨,૮૦૦ની મળી આવતા ટ્રકમાં સવાર દિનેશ ભાગીરથરામ બીશનોઇ રહે. બાવતભાઇ ભેરરુદી ગામ તા. શેડવા જિ. બાડમેર રાજસ્થાન વાળાને ઝડપી લીધા હતા.

જયારે ટ્રક ચાલક માંગીરામ તેજારામ બિશનોઇ રહે. સરનોઇ તા.સાંચોર જી. ઝાલોર રાજસ્થાનનો શખ્સ તેમજ ટ્રક આગળ પાઇલોટીંગ કરનાર જી.જે.૩૭ ઇ ૬૮૮૮ નંબરના બાઇક ચાલક નાસી છુટતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. ઝડપાયેલા વિદેશી દારૂ તથા ટ્રક મળી કુલ રૂ. ર૮.૭ર લાખનો મુદામાઇલ કબ્જે કરી દારૂ ભરેલો ટ્રક પોલીસ ભવન ખાતે લઇ જવામાં આવ્યો હતો.

ઝડપાયેલા શખ્સને વધુ પુછપરછ હાથ ધરી દારૂ કયાંથી કયાં લઇ જવામાં આવ્યો હતો અને કોણે મંગાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં જીલ્લા એલસીબી પીઆઇ એમ.ડી.ચંદ્રવાડીયા સહીતના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.

(1:02 pm IST)