Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

દેશભક્તિ દેખાડતો વીડિયો દ્વારકાના સતાપર ગામના બાળકનો હોવાનું ખુલ્યુ

દ્વારકા :હમણાં થોડા દિવસોથી એક નાનકડા બાળકનો દેશ ભક્તિ દેખાડતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોને લાખોની સંખ્યામાં લાઈક્સ મળી રહી છે. સોશિયલ મીડિયામાં દેશ ભક્તિ બતાવતા બાળકનો વીડિયો છવાઈ ગયો છે. બાળક દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાનકડા એવા સતાપરનો રહેવાસી છે.

દેવભૂમિ દ્વારકામાં રહેતા કિશોરનું નામ અજય છે, અને તે ધોરણ 8માં ભણે છે. તેના પિતા ખેત મજૂર છે. કિશોરના શિક્ષક તથા અન્ય ગ્રામજનો સાથે વાતચીત કર્યા બાદ જણાયું કે, કિશોરની યાદશક્તિ બહુ સારી છે. તે ટીવી તથા રેડિયો સાંભળીને વાતો ગ્રહણ કરી શકે છે તથા તે હંમેશા દેશભક્તિ અને સમાજના હેતુલક્ષી વાતો કરતો હોય છે. અજય ભણવામાં તો સામાન્ય છે, પરંતુ સાથે સાથે અનેક પ્રવૃતિઓમાં ઘણો હોશિયાર છે. આથી એમ કહી શકાય કે કિશોર નાની વયે મોટા અને ઉમદા વિચાર ધરાવે છે. અજય પ્રત્યે ગામલોકોને પણ ઘણી આશાઓ છે.

અજયના શિક્ષકે તેના ટેલેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, અને જોતજોતામાં તે લોકોમાં પોપ્યુલર બની ગયો છે. પોતાના વીડિયો વિશે અજય કહે છે કે, મને ખબર હતી કે, મારા વીડિયોને આટલા બધા લાઈક્સ મળશે.

(4:37 pm IST)