Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ધોરાજીમાં લૂંટના ઇરાદે નીકળતા બે આરોપી પાંચ દી'ના રીમાન્ડમાં

ધોરાજી, તા.૨૭: ધોરાજીમાં પોલીસ સ્ટાફે વાહન ચેકીગ દરમ્યાન હાઈવે પર બાતમી ના આધારે લૂંટના ઈરાદે આવેલ બે શખ્સો વિપુલ ઉર્ફે ભરત ઉર્ફે વિજય જોટગીયા, ઉંમર વર્ષ ૩૨ રહે.બોરવાવ તાલુકો તાલાળા તથા અંકિત ઉર્ફે ગાન્ડો રમણીકભાઈ કાછડ ઉંમર વર્ષ ૨૭ રહે ગામ પાટીદડ તાલુકો ગોંડલ પાસેથી હાથ બનાવટની ઓટોમેટિક પિસ્તોલ જીવતા કાર્ટીસ નંગ-૪ એક છરી એક પકડ હથિયાર તરીકે ઉપયોગ થાય તેવા નાના મોટા ડિસમિસ તેમજ આંખમાં છાંટવા માટે ઇન પાવર પેપર ડિફેન્સ સ્પ્રે તેમજ મોબાઇલ નંગ છ ડુપ્લીકેટ આઈ.ડી.પ્રુફ અને એલેટા ફોરવીલ કાર કુલ મળી ૧,૮૩,૪૫૦ નો મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડીને આરોપીઓની સઘન તપાસ માટે જીલ્લા પોલીસ વડા બલરામ મીના તથા નાયબ પોલીસ વડા ભરવાડના માગદર્શન તળે સૂચના મૂજબ બંને આરોપીઓને ધોરાજીના પીઆઇ વિજય જોષી પીએસઆઇ વસાવા સહિત ના પોલીસ સ્ટાફે રીમાન્ડની માંગણી સાથે ધોરાજી કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રીમાન્ડ કોટે મંજૂર કરતા પોલીસે વધુ તપાસના ચક્રોગતીમાન તેજ કરાયા છે.

આ બન્નેએ કુખ્યાત આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં વિપુલ છગન જોટંગીયા ચારેક મહિના પહેલા સુરતમાં એક કાર ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે કાર ચોરાઈ હોવાની સુરત ખાતે પોલીસ ફરિયાદ દાખલ થયેલ છે આ ઉપરાંત આરોપી પુણાગામ પાસે છેતરપીંડીના ગુનામાં હાલ નાસતો ફરતો આરોપી છે તેમજ આરોપી સુરત ગ્રામ્ય ના કઠોર ગામ માં આશરે અગિયાર વર્ષ પહેલા એક સ્ત્રીના ખૂનકેસમાં સામેલ હોય જે કેસમાં ચારેક વર્ષ પહેલા નિર્દોષ છુટવા પામ્યો હતો.

(1:19 pm IST)