Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ચોટીલામાં ક્રાઇમ ગેંગ સક્રીય થઇ :૨૫ લાખની લોટરી લાગી છેઃ ૧૪ હજાર GST ભરવો પડશે તેમ કહી ભોળા માણસો પાસેથી નાણાં લેવા ફોન આવી રહ્યા છે

વઢવાણ, તા.૨૭: ચોટીલા પંથકમાં છેલ્લા થોડા દિવસોથી સાયબર ક્રાઇમ ગેંગ સક્રીય થઇ હોય તેમ અભણ અને ભોળા લોકોને ફોન કરી લોટરી લાગી હોવાની લાલચ આપી રૂપિયા પડાવવાના પ્રયાસો થઇ રહ્યાં છે. મળતી વિગતો મુજબ ચોટીલામાં રહેતા લાલજી મહારાજ નામના શખ્સને ચાર આંકડાના નંબર પરથી કોઇ પરપ્રાંતિય વ્યકિતનો ફોન આવ્યો હતો. અને તમારે રૂપિયા ૨૫ લાખની લોટરી લાગી છે. આ રૂપિયા તમારા ખાતામાં ટ્રાન્સફર થઇ જશે પણ તમારે અમુક ટકા જીએસટી પહેલા આપવો પડશે. તેમ કહી રૂપિયા ૧૪,૨૫૦ જેટલી રકમની માંગણી કરી હતી. તેમજ વિશ્વાસ કેળવવા માટે એક મહિલાનો વિડીયો પણ મોકલ્યો હતો. જેમાં એ મહિલા જણાવે છે કે મારે પણ ૨૫ લાખની લોટરી લાગી હતી અને મારા ખાતામાં રૂપિયા આવી ગયા છે તેમ કહી તેની રસીદ પેટે એક કાગળ પણ બતાવે છે. પરંતુ મે કોઇ લોટરી લીધી જ નથી. આથી આ લોકો ચીટર હોય તેવું મને લાગે છે. આ અંગે ચોટીલા પીઆઇ કે.ડી.નકુમે જણાવ્યું કે સૌ પ્રથમ તો આવા લોભામણા મેસેજ કે ફોન આવે તો લોકો જવાબ આપવાનુ઼ જ ટાળે જેથી છેતરપીંડીનો ભોગ બનતા અટકે. તેમજ વારંવાર ફોન આવતા હોય કે આવી ગેંગનો ભોગ બન્યા હોય તો તુરંત પોલીસ મથકે સંપર્ક કરે.

 

(1:18 pm IST)