Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ટંકારા કુમાર, કન્યા અને ગાયત્રીનગર પ્રા. શાળાનો પ્રવેશ ઉત્સવ ઉજવાયોઃ વિદ્યાર્થીઓનું સન્માન

ટંકારા, તા. ૨૭ :. ટંકારાની સરકારી શાળા, કુમાર શાળા, કન્યા શાળા તથા ગાયત્રીનગર પ્રાથમિક શાળાનો સંયુકત પ્રવેશોત્સવ તથા શિલ્ડ, ઈનામ વિતરણ કાર્યક્રમ સરંપચ શ્રીમતી નિશાબેન ડી. ત્રિવેદીના અધ્યક્ષતામાં યોજાયેલ.

કુમાર તાલુકા શાળાના આચાર્ય શ્રી હસમુખભાઈ ઘેટીયાએ ૨૩ વિદ્યાર્થીઓને, કન્યા શાળાના આચાર્ય શ્રી ચેતનભાઈ કે. ભાગીયાએ ૨૬ વિદ્યાર્થીઓને તથા ગાયત્રીનગર પ્રાથમિક શાળાના આચાર્ય રસીકભાઈ ભાગીયાએ ૬૧ બાળકોને શાળામાં પ્રવેશ કરાવેલ કુલ ૧૧૦ બાળકોએ પ્રવેશ લીધેલ.

આ પ્રસંગે ભૂતપૂર્વ શિક્ષક દાતા પ્રભુલાલ બી. મોકાસણા તરફથી ગાયત્રીનગર પ્રા. શાળાના વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરાયેલ.

જ્યારે મુનાભાઈ વકાતર ચાવાળા દાતા દ્વારા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓનું શિલ્ડ આપી સન્માન કરાયેલ. કુમાર શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામો અપાયેલ.

આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ શિક્ષકો કાનજીભાઈ મનીપરા, પ્રભુલાલ મોકાસણા, તુલસીભાઈ દુબરીયા, વિનોદભાઈ પરમાર તેમજ સી.આર.સી. કો-ઓર્ડી. હેંમતભાઈ ભાગીયા, તલાટી મંત્રી દુષ્યંતભાઈ રાજકોટીયા, મહેસુલ મંત્રી સરલાબેન ભાગીયા વિગેરે ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન રવજીભાઈ પાલરીયા તથા આભારવિધિ દિપકભાઈ ગાંભવા દ્વારા કરાયેલ.

ચાવાળા દ્વારા શિલ્ડ

ટંકારામાં દેરીનાકા રોડ ઉપર લારી રાખી ચા વેંચતા મુનાભાઈ વકાતર દ્વારા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓમાં ૧ થી ૩ નંબર મેળવનારને તેમના ખર્ચે શિલ્ડ અપાયેલ. મુનાભાઈ વકાતરનું શાલ ઓઢાડી સન્માન કરાયેલ.

(1:18 pm IST)