Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ખંભાળીયા પાસે રિક્ષામાં ગાંજાની હેરાફેરીઃ તલાબ થૈયમ ઝડપાયો

ખંભાળીયા તા.૨૭: ખંભાળિયા નજીક ભાણવડ ચોકડી પાસે રીક્ષા ચાલક પોતાની માલિકીની રીક્ષામાં ગાંજાની હેરફેર કરી વેંચાણ અર્થે રાખતો હોવાની ચોક્કસ બાતમીના જિલ્લા એસઓજીના સ્ટાફને મળતા પૂર્વ બાતમીના આધારે ગત રાત્રીના એસઓજીના પીએસઆઇ એ.ડી.પરમાર સહિતનો સ્ટાફ ભાણવડ ચોકડી નજીક આવેલ માલધારી હોટેલ પાસે વોંચમાં હતો.

દરમ્યાન જીજે.૧૦ ટી ૨૫૫૨ની રીક્ષા પસાર થતાં તેને આંતરી તલાશી લેવામાં આવતા રીક્ષામાંથી ગાંજાનો ૧ કિલો અને ૮૬૦ ગ્રામ જેટલો જથ્થો કિ.રૂ.૧૮,૬૧૦ નો મળી આવતા રીક્ષા ચાલક તાલબ ઇસ્માઇલ થૈયમ રહે.ભઠ્ઠી ચોક મટન માર્કેટ વાળાને ઝડપી પાડી આકરી પૂછપરછ કરતા આ જથ્થો વિજય રામજી ચંગાણી રહે.જામનગરનો શખ્સ વેંચાણ અર્થે આપી ગયો હોવાનું જણાવતા પોલીસે વિજય રામજી ચંગાણીને ફરાર જાહેર કરી ગુનો નોંધી ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. પોલીસે રીક્ષા, મોબાઇલ મળી કુલ રૂ.૩૯,૧૧૦નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:15 pm IST)