Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

નખત્રાણા તાલુકાના વધુ ચાર ઢોરવાડાની સબસીડી કાપવા કલેકટરનો હુકમ

ભુજ, તા. ૨૬ : નખત્રાણા તાલુકાના વધુ ચાર ઢોરવાડાની ક્ષતિઓ અ ંગે તપાસણી હાથ ધરાતા તમામ ઢોરવાડાઓમા ં પશુઓની ઘટ માલુમ પડતાં પ્રાંત અધિકારીશ્રી નખત્રાણાની જાત તપાસણી સુધીની તારીખથી સબસીડી કપાત કરવાનો હુકમ જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન દ્વારા કરવામા  આવ્યો છે.

અછત શાખાના જણાવ્યા અનુસાર નખત્રાણા તાલુકાના જાડાય મુકામેશ્રી માતૃશ્રી વાલબાઇ મુળજી ટ્રસ્ટ, વ્યારા મુકામે માતૃશ્રી વાલબાઇ મુળજી ટ્રસ્ટ, કોટડા (જ) મુકામે શ્રી એકતા એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટતથા સા ંગનારા મુકામે લુડબાય ગ્રામ વિકાસ સાર્વજનીક ટ્રસ્ટ સ ંચાલીત ઢોરવાડાઓમા પશુઓની સ ંખ્યા ઓછી હોવી, ઘાસના સ્ટોક બતાવતુ બોર્ડ લગાડેલ ન હોવુ, તેમજ અમુક પશુઓના ઇઅર ટેગ ન હોવા તથા પશુઓની છાયડાની વ્યવસ્થા ન હોવા બાબતે  કલેકટરશ્રીના અધ્યક્ષતામા ં સુનાવણી કરાઇ હતી. જેમા તમામ ઢોરવાડાઓમા પશુઓની ઘટ ધ્યાને લઈ પ્રા ંત અધિકારીશ્રી, નખત્રાણાની જાત તપાસણીની તારીખ સુધીની સબસીડી કપાત કરવાનો હુકમ પણ કરવામા આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કક્ષાએ ધ્યાને આવેલ અત્યાર સુધી કુલ ૧૫ ઢોરવાડાઓ માટે સુનાવણી રાખી સ ંસ્થાના સ ંચાલકોને રૂબરૂ હાજર રખાયા હતા. જેમા ૧૩ ઢોરવાડાની સબસીડી કપાત કરવામા આવેલ છે તથા ૨ ઢોરવાડાઓ રદ કરવામા આવ્યો છે.

(11:47 am IST)