Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

કચ્છ જિલ્લામાં પાણી ચોરી સામે તંત્ર કડક : ગેરકાયદે કનેકશનો હટાવી ફરીયાદ કરાશે

જિલ્લા કલેકટર રેમ્યા મોહને ટીમોને ફિલ્ડ તપાસણીના નિર્દેશ આપ્યા

ભુજ, તા. ૨૭ : શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લા અછત પાણી સમિતિની બેઠકમાં કચ્છના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં પ્રાંત અધિકારી અને પાણી પુરવઠા વિભાગની ટીમો દ્વારા ફલાઇંગ સ્કવો઼ડની રચના બાદ ગેરકાયદેસર પાણી કનેકશનો દૂર કરવાની વિગતો અપાવા સાથે વિવિધ વિસ્તારોની ટીમોને ફિલ્ડ તપાસણીના જરૂરી નિર્દેશો અપાયા હતા.

જિલ્લા કલેકટર દ્વારા નર્મદા પાઇપ લાઇનમાંથી પાણી ચોરીના દૂષણને દૂર કરવા જવાબદારો સામે સખત કાર્યવાહીના આદેશો બાદ તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં સુધીના પગલાં લેવામાં આવ્યા છે જે અંગે બેઠકમા ં અપાયેલ વિગતો અનુસાર સામખીયારીથી લાકડીયા વિસ્તારની પાઇપલાઇનમા ં ૩ ગેરકાયદેસર કનેકશન ઉપરાંત ટી ડલવાથી પ્રાગપર પાઇપલાઇનમા ંથી ૫ કનેકશનોતેમજ બાદરગઢથી સઇ પાઇપલાઇનમા ંથી ૪, પ્રાગપરથી ભીમાસરમા ં ૬અને સામખીયારીથી ચિત્રોડ પાઇપલાઇનમા ં ૮ ગેરકાયદેસર કનેકશનો દૂર કરી જવાબદારો સામે એફ.આઇ.આર. દાખલ કરાઇ હોવાનુ જણાવાયું હતુ.

બેઠકમાં વધુમાં જણાવ્યા અનુસાર જતાવીરા ગામે પણ બે કનેકશન સહિત ભીરંડીયારાથી ડુમાડો પાઇપલાઇનમા ંથી બે કનેકશન દૂર કરવા સાથે જરૂર જણાયે એફ.આઇ.આર. દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવા સુચના અપાઇ હતી. તલ ગામે ઢોરવાડા માટે લેવાયેલ ગેરકાયદેસર પાણી કનેકશન ત ંત્ર દ્વારા હટાવી લેવામા ં આવેલ છે. ગા ંધીધામ શહેરી વિસ્તારમા  પણ ત્રણ ગેરકાયદેસર કનેકશન કપાયા હોવાની વિગતો બેઠકમાં સંબંધીત વિભાગો દ્વારા આપવામા ં આવી હતી.

આ બેઠકમા ં નિવાસ અધિક કલેકટર કે. એસ. ઝાલા, અછતના નાયબ કલેકટર એન.યુ. પઠાણ, પાણી પૂરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી પી.એ. સોલંકી, સિંચાઇ વિભાગના આર.જી. સોનકેસરીયા, ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર એન.એન. બોડાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અછત શાખાના મામલતદાર ભગીરથસિંહ ઝાલા, નાયબ મામલતદાર મોહિતસિ ંહ ઝાલાએ પૂરક વિગતો તેમજ બેઠકની વ્યવસ્થા સંભાળી હતી.

(11:45 am IST)