Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

દેવભૂમિ દ્વારકા જિલ્લા પાણી સમિતીની બેઠકમાં પાણી પ્રશ્ન ચર્ચાયો

દેવભૂમિ દ્વારકા તા ૨૭ :  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામો અને શહેરોની પીવાના પાણીની પરિસ્થિતીની સમીક્ષા બેઠક કલેકટર ડો.  નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને મળી હતી.

બેઠકમાં પાણી પુરવઠા ઇજનેરશ્રી નાગરે જિલ્લામાં પાણીની હાલની પરિસ્થિતી અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૨૬૬ ગામો આવેલા છે, જે પૈકી ૨૬૫ ગામો અને ૬ શહેરોનો સમાવેશ ડેમ આધારીત/નર્મદા પાઇપલાઇન આધારિત ૧૦ જુથ યોજનાઓમાં થયેલ છે. બાકીના ૩૧ ગામો પૈકી ૩૦ નેસ વિસ્તાર અને ૧ ટાપુ વિસ્તાર, જે સ્થાનીક સોર્સ (સાદા કુવા/હેન્ડ પમ્પ) આધારીત પાણી પુરવઠા યોજનાના ગામો છે. જિલ્લામાં કુલ ૬૦ એમ.એલ.ડી.ની પીવાના પાણીની જરૂરિયાત છે તે પૈકી હાલમાં નર્મદા પાઇપલાઇનમાંથી ૫૦ થી ૫૫ એમફએલ.ડી. આપવામાં આવે છે.

હાલમાં જિલ્લાના જુથ યોજનાના કુલ ૨૩૫ ગામો પૈકી ૧૮૫ ગામોને જુથ યોજના દ્વારા પાણી આપવામાં આવે છે અને બાકી રહેતા ૧૧ ગામોને સ્થાનીક સોર્સ જેવા કે  કુવા, બોર આધારીત વ્યકિતગત પાણી પુરવઠા યોજનામાંથી પાણી મળે છે. જિલ્લાના ૩૯ ગામો અને ૨૭ પરામાં ૧૦૦૦૦ લિટર ક્ષમતાના ટેન્કરના કુલ ૩૭૦.૫૦ ફેરા મારફત પાણી વિતરણ કરવામાં આવે છે. હેન્ડ પમ્પ  રીપેરીંગ કરવા માટે એક ગેંગ કાર્યરત છે. ગ્રા.પ./સ્થાનીક લોકો તરફથી ફરીયાદ મળ્યે રીપેર કરવામાં આવે છે. તા. ૧-૪-૧૯ થી ૨૦-૬-૧૯ સુધી કુલ ૧૬૭ હેન્ડ પમ્પ રીપેર કરવામાં આવેલ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૬૨ અનઅધિકૃત કનેકશનો દુર કરવામાં આવેલ છે. ઓખામંડળ તાલુકાના ૨૭ ઇસમો તથા કલ્યાણપુર તાલુકામાં ૪૧ ઇસમો સામે એફ.આઇ.આર. કરવામાં આવેલ છે. આ બેઠકમાં ખંભાળીયા, ભાણવડ, તથા ઓખામંડળ તાલુકાના ગામોમાં ટેન્કરના ફેરા વધારવાની દરખાસ્તને મંજુરી આપવામાં આવેલ છે.

કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ પાણીની પરિસ્થિતીનો તાગ મેળવી લોકોને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવા લગત અધિકારીશ્રીઓને સુચના આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી પટેલ, જિલ્લા પોલીસવડાશ્રી સુંબે, પ્રાંત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

દ્વારકા તા. માં મધ્યાન ભોજન કેન્દ્રોના સંચાલકની ભરતી

દેવભૂમિ દ્વારકા તા ૨૭ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના કેન્દ્ર નંબર-ર અણીયારી પ્રાથમીક શાળા,૨૧  ધ્રાસણવેલ પ્રા.શાળા,૨૩ નવી ધ્રવાડ પ્રા.શાળા, ૨૪ પાડવી પ્રા.શાળા, ૨૫ પોશીત્રા પ્રા.શાળા,૩૦ બેટ કુમાર પ્રા.શાળા ૩૨ નાગેશ્વર પ્રા. શાળા, ૩૫ મકનપુર પ્રા.શાળા, ૩૯-મુળવેલ પ્રા.શાળા,૪૧ મીઠાપુર તા.શાળા, ૪૯ લાડવા પ્રા.શાળા,૫૨ વરવાળા પ્રા.શાળા, ૬૯ બરડીયા પ્રા.શાળા,૭૮ વસઇવાડી-ર, ૮૭ પોશીત્રા વાડી-ર,૮૯-ભીમપરાવાડી, ૯૦ મુળવાસર વાડી-ર,૯૧ ટુપ્પણીવાડી, કોરડાવાડી, વાચ્છુ વાડી-ર, મુળવાસર વાડી-ર, અને પર લઇવરાવાલીમાં ભરતી કરાશે. જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી ફોર્મ કચેરીમાંથી મેળવી તા. ૦૩-૦૭-૨૦૧૯ સુધીમાં કચેરી સમય દરમ્યાન પહોંચતા કરવાના રહેશે. આ સાથે જરૂરી અભ્યાસના સર્ટીફીકેટની પ્રમાણીત નકલ સાથે મામલતદાર કચેરી દ્વારકા ખાતે ઇન્ટરવ્યુ તા. પ-૦૭-૨૦૧૯ ના રોજ સવારે ૧૧ કલાકે મામલતદાર કચેરી દ્વારકા ખાતે રાખેલ છે, તેમ મામલતદારશ્રી દ્વારકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(11:44 am IST)