Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

જાફરાબાદની બાબરકોટ ગ્રામ પંચાયત બની વિકાસશીલ પંચાયતઃ દર ૧૫ દિ'એ વિકાસકામ કરવાનો ટાર્ગેટ

એમએ થયેલા યુવા સરપંચ અનકભાઇએ ટુંકાગાળામાં જ ૨૨ વિકાસકામોના ખાતમૂર્હતનો રેકોર્ડ સર્જયો

જાફરાબાદઃ તા.૨૭, જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે વિકાસ .....વિકાસ.....માત્ર વિકાસ ...જ ....રાત -દિવસ વિકાસની પ્રક્રિયા નિરંતર ચાલુ જોવા મળી રહી છે ખૂબ જ ટૂંકા ગાળામાં ૨૨ મા વિકાસલક્ષી કામોનું ખાત મુહરત કરતા ૧ માત્ર અમરેલી જિલ્લાના નાની વયના  MA/B.ED યુવા સરપંચશ્રી અનકભાઇ છનાભાઈ સાંખટ રેકોર્ડ સર્જયો છે.

  બાબરકોટ ગામે  છગનભાઈ શિયાળ નાં ઘર થી સભ્ય શ્રી બચુભાઈ સાંખટનાં ઘર  તરફ જતા માર્ગમાં બ્લોક પેવિંગ રોડના  કામનું ખાત મુહરત કરવામાં આવ્યું હતું. ખાત મુહરત સમયે યુવા સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ, ઉપસરપંચશ્રી પ્રવિણભાઈ બાંભણીયા ,તાલુકા પંચાયતનાં સભ્યશ્રી હરેશભાઈ મકવાણા, સભ્યશ્રી બીજલભાઈ સાંખટ, બચુભાઈ સાંખટ , વીરાભાઈ સાંખટ,  જયતિભાઈ શિયાળ, દિનેશભાઈ શિયાળ, ભિમજીભાઈ મકવાણા, પાતાભાઈ વાળા,દેવાભાઈ, તેમજ ટૂંક સમય પહેલા જ ચૂંટાયેલા નવયુકત યુવા સભ્યશ્રી દિનેશભાઈ બચુભાઈ સાંખટ સહીત નાં તમામ બાબરકોટ ગ્રામ પંચાયત નાં તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ  કનુભાઈ હકાભાઈ સાંખટ , રૂખડભાઈ બારૈયા, વશરામ શિયાળ, વગેરે બહોળી સંખ્યા મા ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

    બાબરકોટ ગામે છેલ્લાં ૧ વર્ષનાં સમયગાળા દરમ્યાન ૨૨ જેટલા વિકાસ લક્ષી કામો  થયાં છે....તેમાં ૧૦ બ્લોક પેવીંગ રોડ, ૦૪ સી.સી.રોડ,૦૫ પી.વી.સી.ગટર કામો, ડિજિટલ ગ્રામ પંચાયત ઓફીસ, ટ્રીક લાઈટ તથા  ગામ લોકોને બેઠવા માટે ગામનાં તમામ વિસ્તારમા બાંકડા નું કામ વગેરે કુલ મળીને ૧ વર્ષમાં ૨૨  કામો કરીને જિલ્લામા  ૧ વર્ષમાં સૌથી વધું વિકાસલક્ષી કામ કરતી એક માત્ર બાબરકોટ ગ્રામ પંચાયત છે.

રોડનું ખાત મુહરત થતાની સાથે જ પ્લોટ વિસ્તારમાં રહેતાં  લોકો દ્વારા પોતાની જાત મહેનતે રસ્તા પર નડતરરૂપ બાવળ,ઉકરડા,ઓટલીઓ, વગેરે દૂર કરીને મદદરૂપ થયા હતા.સરપંચશ્રી અનકભાઇ સાંખટ દ્વારા મદદરૂપ થનાર ગામના તમામ લોકોનો આભાર વ્યકત કર્યો હતો.

 બાબરકોટ ગામે પ્લોટ વિસ્તારમાં પ્રથમ વાર બ્લોક પેવીંગ રોડનું  ખાત મુહરત થતા પ્લોટ વિસ્તારમાં રહેતાં  લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પ્લોટ વિસ્તારમાં રહેતાં લોકો દ્વારા બાબરકોટ ગ્રામ પંચાયતને  અભિનંદન આપ્યા હતા. તેમજ આભાર વ્યકત કર્યો હતો.  

આમ , બાબરકોટ ગામે વર્ષોથી પ્રથમ વાર વિકાસ ખૂબ જ ઝડપી થઈ રહ્યો હોવાથી સમસ્ત ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(11:42 am IST)