Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

આર્મી, નેવી એરફોર્સ પેરા મીલીટરી ફોર્સેસના શહીદ જવાનોના સંતાનોને ૧૦૦ ટકા સ્કોલરશીપ મળશે

જામનગર તા.ર૭ :  ઈન્ડસ યુનિવર્સીટી, અમદાવાદ દ્વારા દેશની રક્ષા કાજે પોતાના બલિદાન આપનાર આર્મી, નેવી અને એરફોર્સ, પેરા મીલીટરી ફોર્સેસ તેમજ પોલીસના શહિદ જવાનોના સંતાનો માટે યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા બેચલર ઓફ ટેકનોલોજી, બેચલર ઓફ ડિઝાઈન, બેચલર ઓફ સાયન્સ, બેચલર ઓફ કોમર્સ, બેચલર ઓફ આર્કીટેકચર, બેચલર ઓફ બીઝનેશ એડમીનીસ્ટ્રેશન, માસ્ટર ઓફ સાયન્સ, બેચલર માસ્ટર ઓફ બીઝનેશ એડમીનીસ્ટ્રેશન, ડોકટર ઓફ ફિલોસોફી, માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન અને માસ્ટર ઓફ ટેકનોલોજીના અભ્યાસક્રમમાં ૧૦૦્રુ ટ્યુશન ફી માફી અથવા સ્કોલરશીપ આપવાની જાહેરાત કરવામાં આવેલ છે.

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ કચેરી, જામનગરના કાર્યક્ષેત્ર હેઠળના જામનગર, પોરબંદર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં વસવાટ કરતા તમામ સ્વ.સૈનિકો/જવાનોના સંતાનોને આ યોજનાનો લાભ લેવા જણાવવામાં આવે છે. આ બાબતની વધારે માહિતી ઈન્ડસ યુનિવર્સિટી, અમદાવાદની વેબ સાઈટ info@indusuni.ac.in પર ઉપલબ્ધ છે તેમ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.

નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંચાલિત  ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના શાલાકય વિભાગ દ્વારા  ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના સ્થાપના દિન નિમિતે તા.૦૧/૦૭/૨૦૧૯ સોમવારના  હરસ, મસા, ભગંદર, ગુદામાર્ગમાંથી લોહી પડવું, કબજીયાત તેમજ મૂત્ર માર્ગના પથરી પ્રોસ્ટેટ, પેશાબ બળતરા વગેરે રોગો માટે  ગુલાબકુંવરબા આયુર્વેદ ચિકિત્સાલય જામનગર શલ્યતંત્ર ઓ.પી.ડી.રૂમ નં.૩ ખાતે સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન નિદાન ચિકિત્સા કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે. જાહેર જનતાને  કેમ્પનો લાભ લેવા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરની  યાદીમાં જણાવાયું છે. 

(11:36 am IST)