Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

મોરબીપાલિકા કચેરીમાં વીજ કાપનાં વાંકે કામકાજ ઠપ્પઃ અરજદારોને ધક્કા

મોરબી,તા.૨૭:  નગરપાલિકા કચેરી નાગરિકોને કોઈ જાતની સુવિધા આપી સકતી નથી તેવી દરરોજ ચર્ચા જોવા મળે છે જોકે નગરપાલિકા કચેરીએ થતા કામકાજની પણ આવી જ સ્થિતિ છે આજે વીજકાપને પગલે પાલિકા કચેરીએ કામકાજ ઠપ્પ જોવા મળ્યું હતું જેથી અરજદારોને ધરમધક્કા થતા હોય છે

મોરબીમાં બુધવારે વીજકાપ જોવા મળતો હોય છે અને વીજકાપને પગલે નાગરિકોને ગરમી સહન કરવી પડે છે અને બપોર સુધી વીજળી આવતી નથી જોકે શહેરની સાથે મોરબી નગરપાલિકા કચેરીએ પણ બુધવારના વીજકાપની સ્થિતિ હોય જેથી કચેરીએ તમામ કામકાજો ખોરવાઈ ગયા હતા બુધવારનો વીજકાપ હોવાથી પાલિકાના કર્મચારીઓ ગેલેર્રીમાં ટહેલતા જોવા મળ્યા હતા તો કામકાજ માટે આવેલા અરજદારોને ખાલી હાથે પરત જવું પડ્યું હતું પાલિકા કચેરી નાના મોટા કામકાજ માટે આવતા અરજદારોને કોઈને કોઈ બહાના બનાવી ધક્કા ખવડાવવામાં આવે છે. વીજકાપના પગલે અરજદારોને પરત મોકલી દેવામાં આવ્યા હતા.

(11:34 am IST)