Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ગોંડલમાં પૈસાની લેતી-દેતીમાં ભરવાડ અને દેવીપુજક યુવાન વચ્ચે મારામારીઃ સામસામી ફરીયાદો

રાજકોટ, તા., ર૭: ગોંડલમાં સરકારી હોસ્પીટલ સામે આવેલ ખાડામાં પૈસાની લેતી-દેતીમાં ભરવાડ અને દેવીપુજક યુવાન વચ્ચે મારામારી થતા પોલીસમાં સામ-સામી ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોટડા સાંગાણીના પીપળીયાપરામાં રહેતા સુરેશ માંડાભાઇ ભરવાડ (ઉ.વ.ર૦)  તથા તેની સાથેના અનિલ મકવાણા પર ગોપી કિશોરભાઇ ડાભી (દેવીપુજક)એ લાકડાનો ધોકાથી હુમલો કરી ગંભીર ઇજા કરી હતી. ઇજાગ્રસ્ત અનિલ ગોપી પાસે રૂપીયા માંગતો હોય જે લેવા જતા ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. આ અંગે ગોપી સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

સામા પક્ષે ગોપી કિશોરભાઇ દેવીપુજકે  સુરેશ ઝુઝા , અનિલ નારાયણભાઇ મકવાણા તથા અન્ય એક અજાણ્યા માણસ સામે ફરીયાદ નોંધાવી છે. જેમાં ફોન બાબતે થયેલ ઝઘડામાં ઉશ્કેરાઇ જઇ સુરેશએ છરીથી તથા અનિલે પાઇપથી હુમલો કર્યાનું જણાવેલ છે. બંન્ને ફરીયાદો અંગે ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:28 am IST)