Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

અંજારમાં કાર ચડાવી વૃદ્ધની હત્યાનો પ્રયાસ

પુત્રએ ઉધાર લીધેલા રૂપિયા પાછા ન આપતા લોહાણા વૃદ્ધ ઉપર કાર ચડાવી

ભુજ તા.૨૭: અંજારના નિંગાળિયા ફળિયામાં રહેતા અશોક હેમરાજ પલણ નામના લોહાણા વૃદ્ધ દ્વારા તેમની હત્યાના પ્રયાસ અંગે લખવાયેલી પોલીસ ફરિયાદે ચકચાર સર્જી છે. ગત ૨૪/૬ના અશોકભાઇ અને તેમના પત્ની ઘેર હતા ત્યારે રાત્રે અમિત પલણ નામનો યુવાન તલવાર સાથે તેમના ઘેર ઘુસી આવ્યો હતો અને અશોકભાઇના પુત્રને ઉધાર આપેલા એક લાખ રૂપિયા પરત માંગ્યા હતા. જોકે, પુત્ર બહારગામ ગયો હોવાનું જણાવતા અમિતે અશોકભાઇને ધાકધમકી કરી હતી. ત્યારબાદ ડરી ગયેલા વૃદ્ધ અશોકભાઇ પોતાની એકિટવા લઇને પોલીસ ફરિયાદ કરવા જતાં હતા ત્યારે ટાઉનહોલ પાસે અમિતે તેમની એકિટવા ઉપર કાર ચડાવી દેતા અશોકભાઇ નીચે પડી ગયા હતા. તે દમ્યાન અમિત નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત અશોકભાઇ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને પોતાની હત્યાના પ્રયાસ અંગે અમિત પલણ સામે અંજાર પોલીસમાં ફરિયાદ કરી હતી.

(11:26 am IST)