Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

મોરબી જીલ્લામાં કોંગ્રેસનાં બંન્ને ધારાસભ્યો સામે અસંતોષઃ ર૦૦ આગેવાનો પ્રદેશ પ્રમુખને મળવા રવાના

મોરબી, તા., ૨૭: મોરબી જીલ્લામાંથી કોંગ્રેસના ર૦૦ આગેવાનો પ્રદેશ પ્રમુખને મળવા માટે રવાના થયા છે. જીલ્લાના બેં કોંગી ધારાસભ્યો સામે  કોંગ્રેસના આગેવાનોમાં ભારોભાર અસંતોષ જોવા મળી રહયાનું ચર્ચાય છે.

જીલ્લા પંચાયતના પ્રમુખની વરણીમાં વરવી ભુમીકા ભજવનારા સામે પગલા લેવાની માંગ કરી છે. જીલ્લા તાલુકા પંચાયત અને પાલીકાના ચુંટાયેલા સભ્યો તેમજ સંગઠનના આગેવાનો રજુઆત કરશે.

કોંગ્રેસને તોડવાનું કામ કરનારા બન્ને ધારાસભ્યો સામે પગલા લેવા તથા જીલ્લા કોંગ્રેસના પ્રમુખને બદલાવવા માટે સ્થાનીક આગેવાનો બુલંદ માંગ કરશે.

(3:32 pm IST)