Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

પોતે પરિણિત હોવાનું છૂપાવી પ્રેમલગ્ન માટે દબાણ કરતો હોવાનું ખંભાળીયાના ગઢવી યુવાન સામે રાવ

ખંભાળીયા, તા. ર૭ : ખંભાળીયા શકિતનગર વિસ્તારમાં રહેતા ગોપાલભાઇ ભુપતભાઇ ધાવડાની પુત્રી સાથે આરોપી (૧) પેથાભાઇ ગઢવી એ પ્રેમ સંબંધ રાખી પોતે પરણિત હોવાનું છુપાવી લગ્ન કરવા દબાણ કરતો હોય અને ફોન ઉપર ધમકી આપી દુષપ્રેરણાની ફરીયાદ મહિલા પોલીસમાં નોંધાવાતા પોલીસે ૩૦૬ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જીપને હડફેટે લીધી

કલ્યાણપુરના ભોગાત ગામ નજીક ફરીયાદી યુનુષ નુરમામદ શોરા પોતાની જીપ નં.જીજે૩બીટી ૬૭૭૩ની લઇ જતા હતાં ત્યારે એક બોલેરો નં. યુપી ૧૬બીએ ૭૮૦૭ના ચાલકે જીપને હડફેટે લેતા જીપ ચાલક યુનુસભાઇ શોરા ફેકચર જેવી ઇજા થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇકની ચોરી

ખંભાળીયા મિલન ચાર સ્તા વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા ઇલેકટ્રીકની દુકાન પાસે પાર્ક કરેલ દિલીપભાઇ મકવાણાની માલીકીનીનું મો.સા.નં. જીજે૧૦બીકે-૭૬૦પનું કોઇ ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે.

મોટા માંઢામાં જુગાર

મોટા માંઢા ગામે જાહેરમાં જુગાર રમતા આરોપી ઉમર કાસમ બંદરી, હેમત ડાયાભાઇ રાવત, વિરમ માંડણ ભાન, કરમણ માલદે મસુરા, જેઠા અરજણ મસુરા, વિમલ ખેતાભાઇ મસુરા, દલુ પેથા મસુરા રૂપિયા ૧૪૧પ૦ સાથે પકડાઇ આવતા કાર્યવાહી હાથ ધરી છે.

મોટા આસોટામાં કમોત

કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે રહેતા દેવાયતભાઇ મુરૂભાઇ ચાવડા ઉ. પર વાળા પોતાના ઘરે કોઇપણ કારણોસર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ જતા મરણ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ભુલથી દવા પીતા

કલ્યાણપુરના રાવલ ગામે રહેતા શાંતીબેન હરેશભાઇ ગામી ઉ.ર૪ વાળી ભુલથી દવાનો એક ઘુટડો પી જતા જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામે રહેતા સંજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉ.ર૧ વાળા ઝેરી દવા પી જતા જામનગર જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

મારી નાખવાની ધમકી

ખંભાળીયા જામનગર રોડ પર આર.ટી. ઓ ઓફીસ નજીક સ્કોપીયો કાર લઇને જઇ રહેલ ફરીયાદી નટુભા કેશરજી જાડેજાને આરોપી ભીખુભાઇ ગઢવી, ભીખુભાઇનો ભાઇ તથા ત્રણ અજાણ્યા ઇસમોએ હાથ ઉંચો કરી ગાડી રોકાવી ગાળો કાઢી છરી બતાવી ગાડીમાં પડેલ રોકડા રૂપિયા ૪ હજાર તથા અગત્યના કાગળો લઇ ગાડીમાં ધોકા વડે હુમલો કરી કાચ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નટુભા જાડેજાએ ઉપરોકત આરોપીઓ વિરૂદ્ધ નોંધાવાતા પોલીસે કલમ ૩૯૮ર, ૪ર૭, પ૦૪, પ૦૬, ૧૩પ સહિતની મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:41 pm IST)