Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

જોડિયામાં પૂ. ભોલેબાબાનો ૩૨મી પુણ્યતિથી મહોત્સવ

શુક્રવાર અને શનિવારે ધર્મોત્સવમાં ભાવિકો ઉમટશે

જોડીયાધામ તા. ૨૭: જોડીયાધામમાં આવેલ સુપ્રસિધ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટીર ''રામવાડી'' આશ્રમમાં ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂ શ્રી ચંદ્ર ભગવાન એવમ શ્રી જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા તેમજ ૧૦૦૮ સદ્દગુરૂદેવ પુજયપાદ સંત શ્રી ભોલેબાબાજીની અસીમ કૃપાથી તેમજ જોડીયાધામ ''રામવાડી'' આશ્રમના મહંત સંત પૂ. શ્રી ભોલેરામબાપુની પાવન નિશ્રામાં તેમજ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ ''પ.પૂ. સંતશ્રી ભોલેબાબાજીની (૩૨) પૂણ્યતીથિ મહોત્સવ'' ઉજવવાનું સંત શ્રી ભોલેબાબાજીના સમુદાય દ્વારા નક્કી કરવામાં આવેલ છે.

તા. ૨૯ના ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ''ધ્વજાવિધિ'' થી થશે આવતીકાલે તારીખ. ૨૯/૬/૨૦૧૮ ને શુક્રવારના રોજ સાંનાં ૪ થી ૭ દરમ્યાન સોૈઉ સાધક-ભાવિક-ભકતજનો દ્વારા સામુહિકમાં સંગીતમય ''સુંદરકાંડ''ના પાઠ-ધુન- સંકિર્તન રાખેલ છે. ત્યારબાદ સાંજના ''શ્રી જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા''ની દીપમાળાની મહાઆરતી ઢોલ-નગારા અને શંખનાદ દ્વારા થશે.

તા. ૨૯ને શુક્રવારના રાત્રીના ૯:૩૦ કલાકે ''સંતવાણી'' ભજનનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે. જેમાં ગુજરાત-સોૈરાષ્ટ્રના સુપ્રસિધ્ધ કલાકાર જયદેવ ગોસાઇ તેમજ મુનાભાઇ નીમાવત (હાસ્ય કલાકાર) તથા સંગીતના સાથીદારો રાત્રીભર સંતવાણી-ભજનોની રંગત જમાવશે.

ભજન દરમિયાન રાત્રીભર ચા-પાણી-સરબત ચાલુ રહેશે.

તા. ૩૦ને શનિવારે બપોરના ૧ર કલાકે ''પૂ. બાબાજીનો ભવ્ય ભંડારો (મહાપ્રસાદ) રાખેલ છે.'' તેમજ સાંના પ કલાકથી જોડીયા ધુવાણા બંધ ગામ જમણવારનું સાથે આયોજન કરવામાં આવેલ છે.જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાનું મંદિર-સંતશ્રી ભોલેબાબાજીનું મંદિરને કાલે પુષ્પહારથી સજાવટ કરવામાં આવશે. આ પ્રસંગે રામવાડીના દરેક યુવાનોમાં ભાવિકો-ભકતજનોમાં સેવકોમાં ઉત્સાહ-ઉમંગ જોવા મળી રહયો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા રામવાડીના યુવાનો જહેમત ઉઠાવી રહયા છે. તેમ રામવાડીના ભકતજન હર્ષદભાઇ વડેરાએ જણાવેલ છે... ભજન-ભોજન અને સત્સંગનો ત્રિવેણી સંગમ રામવાડીમાં થશે રામવાડીમાં ધાર્મિક માહોલ સર્જાયેલ છેે... આ પ્રસંગે અનેક જગ્યાઓ માંથી દરેક સંપ્રદાયના સંતો-મહંતો મહત્માઓ પધારશે... રમતા રામ મહાત્માઓ પણ પ્રતિવર્ષ પધારે છે... જોડીયા તાલુકાના દરેક આશ્રમના મહંતો-ગીરપંથકના સાધુ સંતો પધારશે. ભાવિકોને દર્શન-સત્સંગનો અમુલ્ય લ્હાવો આ પ્રસંગે મળશે.

સાધુ-સંતો ને દેખરેખ આગતા-સ્વાગતા બાલંભાના મહંત સંત શ્રી હરીદાસજી બાપુ પ્રતિ વર્ષ કરે છે. આ દિવ્ય પાવન પૂણ્યશાળી અવસરે સર્વે ભાવિકો-ભકતજનોને પધારવા પૂ. સંત શ્રી ભોલેબાબાજીના સેવક સમુદાય દ્વારા ભાવભર્યુ નિમંત્રણ છે જે સેવક સમુદાયવતી જોડીયાધામના શનીભાઇ વડેરાની યાદીમાં જણાવાયું છે. (૧.૧૨)

(11:51 am IST)