Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

અમરેલીના જાફરાબાદ અને રાજુલામાં બહેનોને 'સખી વન સ્ટોપ સેન્ટર' ના કાર્ય વિશે માહિતી આપવામાં આવી

પેમ્પલેટ વિતરણ કરી તથા સ્ટીકર લગાવી વિવિધ યોજનાઓ અંતર્ગત આપવામાં આવતી મદદ વિશેની તમામ માહિતી પૂરી પાડવામાં આવી

અમરેલી: જિલ્લા મહિલા અને બાળ કચેરી, અમરેલીના માર્ગદર્શન તળે કાર્યરત “સખી” વન સ્ટોપ સેન્ટર-અમરેલીનાં કર્મચારીઓ દ્વારા જાફરાબાદ, રાજુલા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં 'સખી વન સ્ટોપ સેન્ટર' યોજનાના પેમ્પલેટ વિતરણ કરી તથા સ્ટીકર લગાવી વિવિધ યોજનાઓ અંતર્ગત આપવામાં આવતી મદદ તથા વન સ્ટોપ સેન્ટર-અમરેલી વિશેની તમામ માહિતી પૂરી પાડવામાં આવી. મહિલાઓને વધુમાં જણાવવામાં આવ્યું કે, સખી વન સ્ટોપ સેન્ટર-અમરેલી એ મહિલાઓની મદદ માટે ૨૪/૭ કાર્યરત છે.  હિંસાથી પીડિત બહેનોને સેન્ટર પર પોલીસ, કાનૂની અને તબીબી સહાય તથા હંગામી ધોરણે આશ્રય, સામાજિક પરામર્શ સહિતની મદદ એક જ છત હેઠળ ત્વરાએ પૂરી પાડવામાં આવે છે, તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સખી વન સ્ટોપ સેન્ટરની યાદીમાં જણાવવામાં આવ્યું

(1:15 am IST)