Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

મોરબીના જુનિયર રમેશ મહેતા મયુર બાપાને SARP કલા એવોર્ડમાં નામાંકન મળ્યું.

મોરબીના મુઠી ઉંચેરા કલાકાર અને જુનિયર રમેશ મહેતા તેમજ મયુર બાપા તરીકે જાણીતા મયુરભાઈ પીઠડીયાને છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતી ફિલ્મ લાઈનમાં યોગદાન આપવા બદલ અને ખાસ પોતાની જીવનની વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ લોકોને તંદુરસ્ત મનોરંજન પીરસી હસાવવા બદલ અને તેમના નોંધપાત્ર યોગદાન બદલ પંચમહાલ ખાતે યોજનાર SARP કલા એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મયુર બાપા જાણીતા ગુજરાતી એકટર રમેશ મહેતાના અવાજમાં સંવાદો બોલીને લોકોને ખડખડાટ હસાવે છે. તેઓએ ગુજરાતી ફિલ્મો ઉપરાંત હિન્દી સિરિયલોમાં કામ કરી અને હાલમાં પોતાની યુટ્યુબ ચેનલ પર કોમેડી વીડિયો બનાવીને લોકોને હસતા રાખવામાં સક્રિય છે.

(11:44 pm IST)