Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

પ્રિ-મોન્સુન ૨૦૨૨ ની કામગીરી અંગેની સમિક્ષા બેઠક રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની અધ્યક્ષતામાં યોજાશે

30મીએ કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાશે. જેમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે

મોરબી: આગામી વર્ષાઋતુ શરૂ થવાની તૈયારી છે ત્યારે આ સમયગાળા દરમ્યાન સંભવિત ભારે વરસાદ, પુર વાવઝોડુ કે અન્ય કુદરતી આપત્તિઓને તાત્કાલિક પહોંચી વળવાના આયોજન તેમજ પૂર્વતૈયારી માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને તા.૩૦/૦૫/૨૦૨૨ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. જેમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે

(11:28 pm IST)