Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

જામકંડોણા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર નું લોકાર્પણ તેમજ વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ કરતાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ

જામકંડોરણાં ખાતે ચાલતી શ્રીમદ ભાગવત કથામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ એ સ્ત્રી ભૂણ હત્યા નાબૂદ કરવા બેટી બચાવો સંકલ્પ સાથે સુકન્યા યોજના માં સૌથી વધારે ખાતા ખોલાવવા બાબતે ભાર મુક્યો:સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા ના જુના સ્મરણ ને યાદ કરતા પ્રદેશ ભાજપના અધ્યક્ષ પાટીલ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-જામકંડોણા શહેરના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ તેમજ વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે કર્યું હતું

જામ કડોરણા ખાતે ગૌ.વા.કલ્પેશકુમાર વિઠલભાઈ રાદડીયા ગૌવંશ પાંજરાપોળ અને ગૌશાળા-જામકંડોરણા આયોજીત “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ”ના અલૌકીક અવસરે ખેડુત નેતા આદરણીય સ્વર્ગસ્થ વિઠલભાઈ રાદડીયાની પ્રતિમાનુ તેમજ મુખ્ય પ્રવેશદ્વારનુ લોકાર્પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું
આ સમયે જામકંડોરણા ગોંડલ સ્ટેટ હાઇવે ઉપર નૂતન પ્રવેશ દ્વારનું ભવ્ય લોકાર્પણ સમારોહમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પધારતા ધારાસભ્યને પૂર્વક કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા વિગેરે તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાદ બેન્ડવાજા સાથે વિશાળ અભિવાદન સમારોહ ની સાથે સાથે જામકંડોરણાં ગૌશાળા ખાતે શ્રીમદ ભાગવત કથામાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે વિશાળ જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું કે આજની આ કથામાં સૌથી વધારે બહેનો જોવા મળી રહ્યા છે ત્યારે મારી બહેનો ને વિનંતી છે કે હાલની પરિસ્થિતિ જોતા મહિલાઓ દ્વારા સ્ત્રી ભૂણ હત્યા ઓ વધારે થતી હોય છે જેમાં પુરુષ કરતા સોની વધારે ભૂમિકા સાસુ ની હોય છે આવા સમયે માંરી માતાઓ બહેનો ને વિનંતી કે ગર્ભ પરીક્ષણ કરવું નહીં અને સ્ત્રી ભુણ હત્યા કરવી નહીં જે બાબતે તમામ મહિલાઓ પાસે સંકલ્પ લેવડાવ્યો હતો અને સૌથી વધારે પરિવાર ની અંદર કોઈ વ્હાલી હોય તો તે દીકરી છે મારે પણ ત્રણ દીકરી અને એક દીકરો છે પરંતુ સૌથી વધારે દીકરીને માતા-પિતાની ચિંતા હોય છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે સ્ત્રી ભૂણ હત્યા ન કરે અને ગર્ભ પરીક્ષણ ન કરાવે તે બાબતે ખાસ ભાર મૂક્યો હતો અને વધુમાં દીકરીઓ માટે સરકારની સુકન્યા યોજનાઓ છે તે યોજનામાં જયેશભાઇ રાદડીયા ને વિનંતી કરીશ કે સૌથી વધુ દીકરી ઓ ના ખાતા ખોલી આપે અને દીકરીઓ દસ વર્ષથી નાની ઉંમરની દીકરીઓ માટે બેંકમાં રાશિ જમા કરાવશે તો તેમના લગ્ન સમયે તેમને સહારો મળી રહેશે  તે બાબતે પણ ખાસ વિનંતી કરી હતી બહેનોને સાથે સાથે આ વિસ્તારના પૂર્વ સંસદ સભ્ય અને સૌરાષ્ટ્રમાં જેનું નામ છે એવા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાને યાદ કરતા જણાવેલ કે વિઠ્ઠલભાઈ રાદડિયા સાથે મારો વર્ષો જૂનો નાતો છે એક સમયે સુરતમાં તેમને હળવો એટેક આવ્યો હતો ત્યારે હું તમને ખબર કાઢવા ગયો હતો પરંતુ આવા સામાન્ય એટેક એમને ખબર પણ ન હોય એ પ્રકારનું તેમનું જીવન હતું અને ખૂબ જ મહત્વના વ્યક્તિ હતા તેમના જૂના સ્મરણો હજુ પણ યાદ આવે છે
 જામકંડોરણા ખાતે સ્વર્ગસ્થ કલ્પેશકુમાર રાદડિયા ના સ્મરણાર્થે શ્રીમદ ભાગવત કથાના શાસ્ત્રીજી નું અભિવાદન કર્યું હતું અને સૌને બિરદાવ્યા હતા
આ સમયે આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા જિલ્લા બેંકના ડિરેક્ટર લલીતભાઈ રાદડિયા જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર,ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા,રાજકોટ ડેરીના પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયા પૂર્વ ચેરમેન
ગોવિંદભાઈ રાણપરીયા વિઠ્ઠલભાઈ બોદર ડી.કે સખિયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ જામકંડોરણા તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ  ભગવાનજીભાઈ બાલધા આર ટી સી બેંક ના જનરલ મેનેજર વી એમ સખીયા મેનેજર શ્રી રાદડિયાભાઈ પર્સનલ મેનેજર જ.વી બોડા ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી કે.પી માવાણી આરસીસી બેંકના ડિરેક્ટર કાંતિભાઈ જાગાણી રાયડી ના અગ્રણી શામજીભાઈ દેસાઈ ધોરાજી તાલુકા સંઘના ઉપપ્રમુખ હરેશભાઈ હેરભા ધોરાજી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેશભાઈ ગજેરા ધોરાજી તાલુકા પંચાયતના રમેશભાઈ હેરભા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમને સફળ બનાવવા માટે વિપુલભાઈ બાલધા ગોંડલીયાભાઈ ગોપાલભાઈ તેમજ જામકંડોરણા કન્યા છાત્રાલય કુમાર છાત્રાલય ના ટ્રસ્ટી શ્રીઓ આગેવાનો વિગેરે જહેમત ઉઠાવી હતી

(6:54 pm IST)