Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

બાબરાના નવાણિયા-ઉટવડનો ત્રણ કિલોમીટરનો માર્ગ રૂપિયા ૬૦ લાખના ખર્ચે મંજુર : ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ખાતમુહૂર્ત કરીને માર્ગનું કામ શરૂ કરાવતા સ્થાનિકોમાં રાહત ની લાગણી

 અતિ બિસ્માર માર્ગના કારણે અને ચોમાસાની ઋતુ દરમિયાન લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો હતો ત્યારે સ્થાનિક લોકો દ્વારા ધારાસભ્યને રજુઆત કરવામાં આવતા રાજ્ય સરકારમાંથી રૂ ૬૦ લાખ   મંજુર કરી ત્વરિત કામગીરી શરૂ

  લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા બાબરા તાલુકાના નવાણિયા- ઉટવડ નો માર્ગ રૂપિયા ૬૦ લાખના ખર્ચે રાજ્ય સરકારમાંથી મંજૂર કરાવી તેનું ખાત મુહૂર્ત કરી માર્ગનું કામ શરૂ કરાવતા સ્થાનિક લોકોમાં રાહત ની લાગણી પ્રસરી હતી..

 ઉટવડ નવાણિયા માર્ગ ૧૧ વરસ બાદ બનતા લોકોમાં ખુશીનો પાર રહ્યો નોહતો કારણ કે અહીં અતિ બિસ્માર માર્ગના કારણે અને ચોમાસાની ઋતુ દરમિયાન લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો હતો ત્યારે સ્થાનિક લોકો દ્વારા ધારાસભ્યને રજુઆત કરવામાં આવતા રાજ્ય સરકારમાંથી રૂ ૬૦ લાખ આ માર્ગ માટે મંજુર કરી ત્વરિત કામ શરૂ કરવામાં આવ્યું છે..

  ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે બાબરા લાઠી વિસ્તારમાં જેટલા પાંચ વર્ષમાં માર્ગો બન્યા છે તેવા રાજ્યના એકપણ વિસ્તારમાં બન્યા નથી ધારાસભ્ય તરીકે પ્રવાસ દરમિયાન તેમજ સ્થાનિક અગ્રણીઓ અને લોકો દ્વારા મળતી રજુઆતના કારણે વિસ્તારના છેવાડાના ગામડાઓમાં રોડ રસ્તાઓની સુવિધાઓ મળી છે.

 બાબરા તાલુકાના ઉટવડ નવાણીયા માર્ગના ખાત મુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠીવાળ,તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસમતભાઈ ચોવટિયા,નવાણિયા ગામના સરપંચ ભરતભાઇ ડાંગર,કિસાન કોંગ્રેસના પ્રમુખ ઉકેશભાઈ શિયાણી,ઉપ સરપંચ કાનાંભાઈ ભરવાડ,ભુપતભાઇ વાવડીયા,હસમુખભાઈ પડસાલા,મધુભાઈ ભાયાણી યુવક અગ્રણી રમેશ ગામી અરવિંદભાઈ વાવડીયા કરસનભાઈ વાવડીયા ભુપતભાઈ ભાતીયા દાદાભાઈ કોઠીવાળ ઝીણાભાઈ પિલુકિયા કરસનભાઈ મહેતા રમેશભાઈ દરજી જીનાભાઈ પીલુકિયા ઉટવડ અગ્રણી જશુભાઈ ભગત મગનભાઈ ખુંટ પાંનસડા દલિત આગેવાન રમેશ સોંસરવા સહિતના ત્રણ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:33 pm IST)