Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

દેવભૂમિ દ્વારકા સલાયાનુ ૪૦૦ ટનનું ‘‘ગોષે જીલાની'' જહાજ દરિયામાં ડૂબ્‍યું: ૬ ખલાસીનો આબાદ બચાવ

   ખંભાળિયા,તા.૧૬ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા નું જહાજ દરિયામાં ડૂબતા દોડધામ મચી ગઇ છે.સલાયા બંદરથી જહાજ પોરબંદર માટે રવાના થયું હતું.દરિયામાં ગોષે જીલાની નામનું જહાજ ડૂબ્‍યું હતું.

જહાજમાં સવાર ૬ જેટલા ખલાસીનો આબાદ બચાવ થયો છે.કોસ્‍ટગાર્ડ દ્વારા તમામ ખલાસીઓને દરિયામાંથી બચાવ્‍યા છે.૪૦૦ ટન ની કેપેસીટી ધરાવતું જહાજ દરિયામાં ડૂબ્‍યું હતું.

(4:02 pm IST)