Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

મોરબી અને કચ્‍છના ૭ શખ્‍સો સામે અઢી કરોડના કોલસા ચોરીની ફરીયાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૭ :.. પોલીસ મહાનીરીક્ષક જે. આર. મોથલીયા બોર્ડર રેન્‍જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્‍દ્ર બગડીયા પુર્વ-કચ્‍છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સુચનાથી એક ટ્રકમાં ૩પ.પ૮૦ મેટ્રીક ટન બીલ વગરનો મળી આવેલ તથા ગાંધીધામ એ. ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર એ. બી. પટેલ નાઓને મળેલ બાતમી આધારે એ. વી. જોષીની પાછળના ભાગે આવેલ મીઠીરોહર સર્વે નં. ૩પપ/પ બાઉન્‍ડ્રી બંધ પ્‍લોટમાંથી કોલસો ચોરી કરતા લોડર નં. જી. જે. ૧૦. એ.એમ. ૪૧૪ર તથા ડમ્‍પર નં. જી. જે. ૧ર-બી.વાય. ૭૪૧૯ તથા ડમ્‍પરના ડ્રાઇવર રહિમ હુસેન કુરેશી ઉ.વ.૩પ રહે. કિડાણા ગાંધીધામ નાઓને પકડી ઉપરોકત બન્ને નોંધની તપાસ કરતા મીઠીરોહર સર્વે નં. ૩પપ/પ બાઉન્‍ડ્રી બંધ પ્‍લોટમાંથી ૩૦૦૦ મેટ્રીક ટન કિ. રૂા. ર કરોડ પ૦ લાખનો કસ્‍ટમની ડયુટી ભર્યા વિનાનો કોલસો ચોરી થયેલાનું ખુલ્‍યુ હતું.

પોલીસે મહેશભાઇ પરબતભાઇ પરમાર રહે. જાજાસર તા. માળીયા જી. મોરબી, અશ્વિનભાઇ પ્રભુભાઇ ગામી (પટેલ) રહે. મોરબી, સીકંદર (સીકલો) ઉર્ફે સોપારી રહે. લાકડીયા તથા તેની સાથે બીજા બે માણસો, શંભુ ડાંગર રહે. અંજર, શંભુભાઇ મનજીભાઇ આહીર રહે. કિડાણા તા. ગાંધીધામ, રહિમ હુસેન કુરેશી ઉ.વ.૩પ રહે. કિડાણા તા. ગાંધીધામ, લોડર નં. જી. જે. ૧૦ એ. એમ. ૪૧૪ર નો ડ્રાઇવરની ધરપકડ કરી છે. ઉપરોકત કામગીરી પોલીસ ઇન્‍સ્‍પેકટર એ. બી. પટેલ નાઓની સુચનાથી ગાંધીધામ  એ ડીવીઝન પોલીસ સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(4:28 pm IST)