Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ધ્રોલ તાલુકાના હજામચોરાના ખેડુત રવજીભાઈ વેલજીભાઈ રાસમીયાનું અવસાન થતા રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે તેમના પરીવારની મુલાકાત લીધી અને સાંત્વના પાઠવી

જે કોઈ દોષિત હોય તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરાવવા માટે લગત તંત્રને સુચના આપી

ધ્રોલ::: તાલુકાના હજામચોરા ગામનો ખેડુત રવજીભાઈ વેલજીભાઈ રાસમીયાનું અવસાન થતા આજે ગુજરાત રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે તેમના પરીવારની મુલાકાત લીધેલ અને સાંત્વના પાઠવી હતી સ્વ રવજીભાઈ વેલજીભાઈ રાસમીયાનું આકસ્મીક મૃત્યુ થયેલ તે અંગે તેમના પરીવાર દવારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ તે બાબતે રજુઆત કરેલ અને મંત્રીએ આ અંગે જે કોઈ દોષિત હોય તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરાવવા માટે લગત તંત્રને સુચના આપેલ અને દોષિતો સામે જરૂરી પગલા ભરવા માટે જણાવેલ  મંત્રી રાઘવજીભાઈ પટેલની સાથે નવલભાઈ મુંગરા પ્રમુખ ધ્રોલ તાલુકા

ભાજપ, રસીકભાઈ ભંડેરી ડાયરેકટર ગુજરાત રાજય કૃષિ બજાર બોર્ડ, દેવકરણભાઈ ભાલોડીયા ચેરમેનશ્રી ધ્રોલ માર્કેટીંગ યાર્ડ, ભીમજીભાઈ મકવાણા પ્રમુખશ્રી અનુજાતી મોરચો, જેન્તીભાઈ કગથરા ઉપપ્રમુખ તાલુકા પંચાયત ધ્રોલ વિજયભાઈ કાસુન્દ્રા સદસ્ય તાલુકા પંચાયત ધ્રોલ હાજર હતા.તેમ યાદીમા જણાવ્યુ હતુ.(સંજય ડાંગર - ધ્રોલ)

(3:07 pm IST)