Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

અમરેલીના વરસડા પાસે ૬૫૦૦ બોટલ દારૂ સહિત ૨૬ લાખનો મુદ્દામાલ જપ્‍ત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૭ : પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચનાથી વોચ ગોઠવી રહેલી ક્રાઇમ બ્રાંચે અમરેલી પાસેથી દારૂની સાડા છ હજાર બોટલ ભરેલ વાહન પકડી પાડયું હતુ. હરીયાણાની પ્રોડકટ અને રાજસ્‍થાનથી ભરી અને જુનાગઢમાં ઠાલવવા માટે જઇ રહેલા રાજસ્‍થાનના ઉદેપુર જિલ્લાના માવલી તાલુકાના રખ્‍યાવલ ગામનો પ્રકાશ રતન ડાંગીના આયસરને વરસડા પાસે રોકતા તેમાંથી દારૂ - બિયર સહિત રૂા.૧૯,૫૭,૫૦૦ મળી કુલ પેટી નંગ ૫૩૫ દારૂની કુલ ૬૪૨૦ બોટલો જેની કિંમત રૂા.૨૫,૮૧,૫૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૧ કિંમત રૂા.૫૦૦૦ તથા આયસર ટ્રક રજી. નં. જીજે ૦૬ બીટી ૮૧૨૫ કિંમત રૂા.૮,૦૦,૦૦૦ તથા ભુસુ ભરેલ સફેદ કલરના બાચકા તથા ૫૫ કિંમત રૂા.૦૦ તથા એક તાડપત્રી કિંમત રૂા.૫૦૦ મળી કુલ કિંમત રૂા.૩૩,૮૭,૦૦૦ નો મુદામાલ કબ્‍જે કરેલ હતો.

એલસીબીના શ્રી આર કે કરમટાને અમરેલી જિલ્લામાં દારૂ ભરેલ વાહન પ્રવેશ્‍યાનું સિગ્નલ મળ્‍યું હતુ અને અને અમરેલીના વરસડા પાસે ભુસાની નીચે છુપાવીને લઇ જવાતો દારૂ મળ્‍યો હતો.અને તેમા બીલ ઇલેકટ્રોનીક આઇટમોનું હોવાથેી પોલીસે દારૂબંધી ઉપરાંત આઇપીસી હેઠળની કલમો પણ આરોપી સામે નોંધાવી છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે, સરકારી ચોપડે ૬૪૨૦ દારૂની બોટલની કિંમત ૨૬ લાખ જેવી ગણાય છે કારણ કે તે એક બોટલનો ભાવ ૩૦૦થી ૪૦૦ વચ્‍ચે ગણે છે જે તેની એમઆરપી હોય છે પણ હકીકતમાં ખાનગીમાં આ દારૂ ૧૦૦૦થી ૧૨૦૦ સુધી એક બોટલ ના ભાવે જતો હોય છે જેથી તેની બજાર કિંમત ૧ કરોડ જેવી થવા જાય છે.

અકસ્‍માત

ધારી તાલુકાના નાંગ્રધા ગામના વિનોદભાઇ જગાભાઇ દાફડા ઉ.વ.૩૨ ને દેવળાથી ડાભાળી જવાના રસ્‍તે મીની ટ્રેકટરના ચાલકે કોઇ સાઇડ સિગ્નલ આપ્‍યા વગર રોંગ સાઇડમાં આવી બાઇક સાથે ભટકાવી પગમાં ફ્રેકચર કરી શરીરે ઇજાઓ કરી નાસી ગયાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

મોત

ખાંભા તાલુકાના ત્રાકુડા અને ભુંડણી ગામ વચ્‍ચે રોડ ઉપર વળાંકમાં મોટા બારમણ ગામના મનુભાઇ માણસુરભાઇ નાગર ઉ.વ.૫૦ બાઇક જીજે ૧૪ એઇ ૯૧૯૪ લઇને ડેડાણ તરફ જતા હોય ત્‍યારે ઇકો કાર જીજે ૦૫ જેડી ૭૧૮૨ ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી મનુભાઇને ગંભીર ઇજા કરી ઘટનાસ્‍થળે મોત નિપજાવી કારચાલક નાસી ગયાની સોમજીભાઇ નાગરે ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બીજા બનાવમાં વડિયાના વાવડી રોડ ઉપર છકડો રીક્ષા જીજે ૧૪ યુ ૪૧૪૭ ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ઉમંગ જયંતીભાઇ ચાવડા ઉ.વ.૧૮ ના બાઇક સાથે અથડાવી ગંભીર ઇજા કરી ઘટનાસ્‍થળે મોત નિપજાવી બાઇક પાછળ બેઠેલા હર્ષ અને તુષારને નાની મોટી ઇજાઓ કરતા હર્ષને સારવાર માટે રાજકોટ જયારે તુષારને અમરેલી દવાખાને ખસેડવામાં આવેલ.અકસ્‍માત સર્જીને રીક્ષા લઇ ચાલક નાસી ગયાની નારણભાઇ કરશનભાઇ ચોૈહાણે વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બનાવની તપાસ એએસઆઇ એમ.એન.ગઢવી ચલાવી રહયા છે.

માર માર્યો

રાજુલા ખોડીયાર નગર ખેતાગાળામાં રહેતા સુનીલભાઇ ઘીરૂભાઇ ડાભી ઉ.વ.૧૯ના બહેન વેૈશાલીબેનને તેના પતી તથા સાસરીયાવાળા ઘરે પ્રસંગો દરમિયાન આવવા ન દેતા હોય તેનું મનદુઃખ રાખી સસરા ગોબરભાઇ પતી સંજયભાઇ દીનેશ નારણભાઇ ચોૈહાણ, સુરેશ નારણભાઇ ચોૈહાણે ગાળો બોલી મુંઢ માર માર્યાની રાજુલા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જયારે સામાપક્ષે સંજયભાઇ ગોબરભાઇ ચાવડા ઉ.વ. ૨૦ ના લગ્ન થયા બાદ વિસેક દિવસ પહેલા સંજયભાઇના પત્‍ની તથા સંજય ભાઇના સાસુને બોલાચાલી થયેલ જે વાતનું મનદુઃખ રાખી ધીરૂ રવજી ભાઇ, સુનીલ ધીરૂભાઇ, લાલુ ધીરૂભાઇ, રાજુ રવજીભાઇ ડાભીએ ગાળો બોલી મુંઢ માર માર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આપઘાત

બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે રહેતા પ્રફુલભાઇ ગીરીશભાઇ મકવાણા ઉ.વ.૩૨ તા.૨૪ ના તેમના મોટાભાઇ અને માતાપિતા બહાર ગામ ગયેલ હોય અને પ્રફુલભાઇ પંચરની દુકાન ચલાવતા હોય અને છેલ્લા એકાદ વર્ષથી કોઇ કામ ધંધો ન હોય જેથી આર્થિક સંકડામણના કારણે પોતે ઘરે એકલા હોય રાત્રીના ઘરના બીજા માળે દોરડા વડે ગળાફાંસો ખાઇ જતા મોત નિપજયાનું મોટાભાઇ સંજયભાઇ મકવાણાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(2:37 pm IST)