Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

જામનગરના દરેડમાં કારમાં દેશી દારૂ સાથે નિલેશ ચૌહાણ ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૭ : જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુની સુચના તથા એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. કે.કે.ગોહીલના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્‍ટાફના પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા સ્‍ટાફના માણસો જામનગર તાલુકાના દરેડ ગામ પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

તાલુકાના દરેડ ગામે એપલ ગેટ પાસે રોડ ઉપર આવતા એલ.સી.બી.ના સ્‍ટાફના પોલીસ કોન્‍સ કિશોરભાઇ પરમાર તથા પો.હેડ. કોન્‍સ ધાનાભાઇ મોરીને મળેલ હકિકત આધારે નિતેશ મુકેશ ચૌહાણ મરાઠા રહે અંધાઆશ્રમ પાછળ બોમ્‍બે દવા બજાર જામનગર અલ્‍ટો કાર નંબર જી.જે.૧૭ એન.ર૩૯૦ મા દેશી દારૂ લી.૧૬૦ કિ. રૂા. ૩.ર૦૦ તથા એક મોબાઇલ ફોન તથા એલ્‍ટોકાર મળી કુલ કિ. રૂા. ૧.પ૮.ર૦૦ ના મુદામાલ સાથે મળી આવતા પો.કોન્‍સ. કિશોરભાઇ પરમારએ ફરીયાદ રીપોર્ટ આપતા પોલીસ હેડ કોન્‍સ ધાનાભાઇ મોરીએ તેમના સામે પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છ.ે

દારૂનો જથ્‍થો મોકલનાર દિપ કરશનભાઇ બોચીયા રહે. જામનગર તથા દારૂનો જથ્‍થો મંગાવનાર દિપુ ગોહીલ રહે .દરેડ જી. જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે.

આ કાર્યવાહી ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. કે.કે. ગોહીલ તથા આર.બી.ગોજીયા, પો.સ.ઇ.તથા એલ.સી.બી.સ્‍ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્‍યાભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખટ્ટી, શીવભદ્રસંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, તથા ધર્મેન્‍દ્રસિં જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, ભારતીબેન ડાંગર વિગેર ેદ્વારા કરવામાં આવેલ છે.

(1:26 pm IST)