Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

જામનગરમાં દેશી દારૂ સાથે અવિનાશ વાઘેલાની ધરપકડ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૭: જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ નાઓની સુચના મુજબ એલ.સી.બી.ના પો. ઇન્‍સ. શ્રી કે. કે. ગોહિલ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્‍ટાફના માણસો પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે જામનગર શહેર વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા.

એલ.સી.બી.ના ભગીરથસિંહ સરવૈયાનાઓને ખાનગી બાતમી હકિકત આધારે જામનગર શહેરમાં ધુવાવ નાકે કોળીવાસમાં મેલડી માતાના મંદિરની પાછળ આવેલ બાવળની ઝાડીમાં (૧) સતીષ ઉર્ફે સતીયો અશોકભાઇ (ર) સંદિપ અશોકભાઇ (૩) અવિનાશ અશ્‍વીનભાઇ રહે. ત્રણેય જામનગરનાઓ ગેરકાયદેસર દેશી દારૂનું વેચાણ કરતા હોવા અંગેની હકીકત આધારે રેઇડ કરી આરોપી (૧) અવિનાશ અશ્‍વીનભાઇ વાઘેલા રહે. જામનગર નવાગામ ઘેડ, વિમલ પાર્ક-શેરીના કબ્‍જામાંથી દેશી પીવાનો દારૂ લીટર-ર૩૦ કિ. રૂા. ૪૬૦૦/- તથા રોકડ રૂા. ૧રપ૦/- તથા મો. ફોન-૦૧ કિ. રૂ. પ૦૦/- મળી કુલ રૂ. ૬૩પ૦/-નો મુદામાલ કબ્‍જે કરી મજકુર વિરૂધ્‍ધ પો. કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જે. જાડેજા નાઓએ ફરીયાદ આપતા પોલીસ હેડ કોન્‍સ. ભગીરથસિંહ સરવૈયાનાઓએ ત્રણેય ઇસમો વિરૂધ્‍ધ કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો. ઇન્‍સ. શ્રી કે. કે. ગોહીલ તથા પો. સબ ઇન્‍સ.શ્રી આર. બી. ગોજીયાનાઓ તથા એલ.સી.બી. સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, ફરીજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નાનજીભાઇ પટેલ, દોલતસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, હીરેનભાઇ વરણવા, ધાનાભાઇ મોરી, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, ઘનશ્‍યામભાઇ ડેરવાડીયા, રાકેશભાઇ ચૌહાણ, લક્ષ્મણભાઇ ભાટીયા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ડ્રાયવર-ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ છે.

(1:25 pm IST)