Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

સાવરકુંડલા બઢડા અને રામગઢ વચ્‍ચે એસટી બસ અને મોટર સાયકલ અકસ્‍માત બાઇક સવારને ઇજા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૭ : સાવરકુંડલાના બઢડા અનેરામગઢ વચ્‍ચે એસ ટી  બસ અને મોટર સાયકલ વચ્‍ચે અકસ્‍માતમાં બાઇક સવાર પ્રોઢને ઇજા થતાં સારવારમાં ખસેડેલ છે.

અમરેલી કુંભારવાડામાં રહેતા જીકરભાઈ મુસાભાઈ શેખાણી ઉ. વ.૬૨ પિતાનું બાઇક જી.જે. ૧૪ એ એલ ૫૦૦૪ ચલાવી તેમના સાઢુંભાઈ સતારભાઈ લાખાણી ની દીકરી રાબીયાબેનને બાઇકમાં બેસાડી મહુવા દવાખાને જતા હતા ત્‍યારે બઢડા ગામ વટી રામગઢ પહોંચતા વળાંકમાં એસ ટી બસ જી.જે.૧૮ ઝેડ  ૫૯૮ના ચાલકે પુર ઝડપે અને બેફિરાઈ થી ચલાવી બાઇકને ઠોકર મારતા નીચે પડી જતા જિકરભાઈ ને હાથે અને પગે શરીરે ઇજા ઓ કરી રાબયાબેનને નાકે ઇજા કર્યા ની સાવરકુંડલા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ ગુન્‍હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(1:24 pm IST)