Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

અમરેલી પાલિકા દ્વારા વિવિધ સુવિધાઓ પુરી પાડવા માંગણી

વિરોધ પક્ષના નેતા સમીર કુરેશીની ચીફ ઓફીસરને રજૂઆત

સાવરકુંડલા-અમરેલી તા. ર૭ :.. અમરેલી પાલિકાના વિપક્ષના નેતા સમીર એસ. કુરેશીએ અમરેલીના ચીફ ઓફીસરને પત્ર પાઠવીને અમરેલી પાલિકા દ્વારા વિવિધ સુવિધાઓ પુરી પાડવા માંગ કરી છે.

તેઓએ વધુમાં જણાવ્‍યું છે કે નગરપાલીકા દ્વારા પુરી પાડવામાં આવતી આવશ્‍યક સેવાઓ કે જે સેવાઓ નગરપાલિકાએ કોન્‍ટ્રાકટ આપીને પુરી પાડે છે. તો સેવાઓમાં મુખ્‍ય આરોગ્‍ય લક્ષી સેવા ડોર ટુ ડોર કચરા ઉપાડવા, ઘન કચરા, ખાતર સ્‍પોટ વિસ્‍તારમાં મેન્‍યુઅલ સફાઇ વગેરે સેવા અંગે નગરજનોની સગવડતા - સાનુકુળતા અંગે પ્રશ્નના નિકાલ માટે આ કામની એજન્‍સીના કોન્‍ટેકટર નંબર તથા તેઓની ઓફીસનું એડ્રેસ તાત્‍કાલીક સાર્વજનિક કરવા પાલિકા દ્વારા ભુગર્ભ ગટર, સફાઇ, રીપેરીંગ કરવા માટે રોકેલ એજન્‍સીના કોન્‍ટેકટ નંબર તથા તેઓની ઓફીસનું એડ્રેસ સાર્વજનિક રવા શહેરની સ્‍ટ્રીટ લાઇટ બાબતે તેમની ફરીયાદ અને નિકાલ માટે તે શાખાના જવાબદાર અધિકારીના નંબર સાર્વજનીક કરવા.

પાલિકા દ્વારા અપાતુ પીવાનું પાણી સમગ્ર શહેરમાં અનિયમીત પણે મળતું હોય તેમજ પાણીની લાઇનો લીકેજ થતી હોય પાણીના સમયમાં ફેરફાર થતો હોય જેવા પ્રશ્નો અંગે માહિતી માટેની કોન્‍ટેકટ નંબર સાર્વજનિક કરવાની માંગણી સાથે ૭ દિવસમાં યોગ્‍ય ન થાય તો આંદોલનની ચિમકી ઉચ્‍ચારી છે. 

(1:24 pm IST)