Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

બાબરાના ચરખામાં નિવૃત્ત એસ.ટી. કંડકટર ભીખુભાઇ આહિરની હત્‍યા

અજાણ્‍યા શખ્‍સો મોતને ઘાટ ઉતારીને રોકડની લૂટ ચલાવીને નાશી છુટયા

(અરવિંદ નિર્મળ-મનોજ કનૈયા દ્વારા) અમરેલી, બાબરા, તા. ર૭ : બાબરાના ચરખા ગામે આવેલ મુરલીધર હોટલ પાસે નિવુત એસટી કંડેકટર આધેડ વયના ભીખુભાઈ છયા આહીરનું માથાના ભાંગે ગંભીર ધા મારેલ હાલમાં લાશ મળી આવી હતી ઉલ્લેખનીય છે કે મરનાર સાંજે ધરેથી અમદાવાદ જવાનું કહી નીકળ્‍યા હતા આજે વહેલી સવારે ચરખા ગામની સીમ પાસે થી તેમની લાશ મળી આવી હતી માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી કોય અજાણ્‍યા શખ્‍સોએ હત્‍યા  કરી કોઈક એવું મનાઈ રહ્યું છે બાબરા પોલીસ સ્‍ટેશન ને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો હતો  મરનાર વ્‍યક્‍તિના પુત્ર પ્રતિક ભુખીભાઇ છયા આહીરે બાબરા પોલીસ સ્‍ટેશનમાં હત્‍યા ની ફરીયાદ નોંધાવી છે બાબરા પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકના ખીસ્‍સામાંથી મોબાઇલ રૂા. ર૦૦૦/- મળી કુલ રૂા. પ૦૦૦/- હજારની લૂટ ચલાવી નાસી જવાની પુત્ર પ્રતિકભાઇ એ બાબરા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસ ખુન અને લૂંટનો ગુન્‍હો નોંધી આ બનાવની તપાસ પી.આઇ. જ.એમ. કૈલા તપાસ ચલાવી રહ્યા છે.

(1:23 pm IST)