Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

પોરબંદરનો રામાયણમાં અસ્‍મિતનગરી તરીકે ઉલ્લેખઃ સંશોધનની જરૂર

એક દશકા પહેલા આર્કોલ્‍યોજીક ખાતા દ્વારા સમુદ્રીય ૧૦ દિવસ સુધી સંશોધન કામગીરી થયેલ ત્‍યાર પછી સંશોધન અધુરૂ મુકાઇ ગયેલઃ ૧૯૮૩ના ફલ્‍ડમાં અસ્‍માવતી નદી ઉપરનો પ્રાચીન ઘાટ તણાઇ ગયેલઃ અસ્‍માવતી નદી ઉપરથી અસ્‍મિતનગરી નામ પડયું

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૭: રામાયણ કાળથી પોરબંદર સુદામા પુરીનું અસ્‍તિત્‍વ હોવાનું ધર્મશાષા દ્વારા તેમજ રામાયણમાં મળી આવે છે. પ્રાચીન પ્રૌરાણીક શાષાોકત નામ અસ્‍મીતનગરીની ઓળખ સાથે ‘અ'નામનો ઉલ્લેખ છે તેમજ શ્રીમદ ભાગવત મહાપુરાણ તેમજ સ્‍કંદ પુરાણમાં કયાંયને કરતા ઉલ્લેખ છે.

શ્રીમદ ભાગવત પુરાણે અસ્‍માવતી નદીનો ઉલ્લેખ અને ઉદભવ સ્‍થાન દર્શાવેલ છે.  પરંતુ તેમના મુખ સંબંધે કોઇ ઉલ્લેખ જોવા મળતો નથી તેમ છતા અસ્‍માવતી નદી પોરબંદર વિસ્‍તારમાં વહેતી નથી તે સંબંધે ઇનકાર થઇ શકે તેમ નથી. હાલની અસ્‍માવતી નદીનો પ્રવાહ કુદરતી ગણાય ! ગોસાબારા જે તે સમયે હાલાર-જામનગર જીલ્લાના એક સમયે પોરબંદર (ઘુમલી) રાજયમાં સમાવિષ્‍ટ વર્તમાન દેવભુમી દ્વારકાના ભાણવડ તાલુકામાં આવેલ ગોપ ગામના ગોપ નામના ડુંગરમાંથી વહેતી મિણસાર નદી વાંસજાલીયા, રાણા કંડોરણા, કોયાણાના  વિગેરેના પાદરમાંથી વહેતી મિણસારગ ગોસાના પાદરમાંથી પસાર થઇ અરબી સમુદ્રમાં મળે છે. આ સ્‍થળ ગોસાબારા તરીકે ઓળખાય છે. ગોસાબારૂ સને ૧૯પ૬ ની સાલથી દેશદ્રોહી ગદાર દાણચોરોનો પ્રવૃતી માટે કુખ્‍યાત છે આરડીએકસ લેન્‍ડીંગથી વધુ કુખ્‍યાત છે. ગોસા બારામાં  અરબી સમુદ્રની રેતીનો ભરાવો થતા ચોમાસા દરમયાન ખુલ્લુ કરવુ પડે છે. ચોમાસુ પુર્ણ થતા પુનઃ અરબી સમુદ્રમાં ભરતી આવતા રેતી ઉછળતા મોજા સાથે ખેંચાય આવે મોજા રેલાય પાણી પરત ફરતા રેતી કિનારે રહેતા ધીમે ધીમે ભરાતા બારૂ બુરાય જાય જેથી મિણસાર નદીના પાણી રોકાતા તે જેમાં ચારેય વણીક બંધુ પીર તરીકે પુજાય છે.

સુભાષનગર હૈયાત નબી જુના બંદરના દરવાજામાં નાગણી શાહનું જુના બંદરના ભાગમાં મામલશા ચોથા જુના ફુવા રાવલીયા પ્‍લોટમાં આવેલ જીવન શાહ પીર તરીકે હૈયાત પુજાય છે. આ વિગત જાણવા સૌરાષ્‍ટ્રની રસધારા જુની આવૃતી જોવી જરૂરી છે. હૈયાત નબી કુંવારા છે. તેઓની વીરગાથા આ પુસ્‍તકમાં દર્શાવેલ છે. હાલ આ આવૃતી મળવી ઘણી કઠીન છે. હાલ સૌરાષ્‍ટ્રની સરધાર પુસ્‍તક પ્રાપ્‍ય છે. પરંતુ ને માત્ર એક જ પુસ્‍તકમાં દર્શાવેલ છે. ખરેખર સૌરાષ્‍ટ્રની રસધારના પાંચ ભાગ છે. સંકલીત કરી હાલ એક જ પુસ્‍તક માર્કેટમાં છે ઇતિહાસ સાથે સત્‍ય જાણવુ જરૂરી છે. જુની પેઢી પાસેથી જાણકારી કઇ અંશરૂપ દંતકથા રૂપે મળે છે. અપરોષ સમર્થન કરે છે.

પુર્વ વર્તમાન ભાવસિંહજી હાઇસ્‍કુલના વય મર્યાદાથી નિવૃત થયેલ. વિદ્યાર્થીઓ લોકપ્રિય આદરણીયતા ધરાવતા ઇતિહાસ વિદ પૂ.વ.ગુરૂવર્ય મણીલાલ પી.વોરા ટુંક નામ સ્‍વ.એમ.પી.વોરાએ તેમજ વર્તમાન ઇતિહાસકાર નરોતમભાઇ પલાણે પોરબંદર પરચીન નગર અસ્‍મીત નગરી અસ્‍માવતી નગરી પોરબંદર સુદામાનગરી વિશે અવાર નવાર ઉલ્લેખ કરેલ છે. પરંતુ અસ્‍માવતી નદીનો પણ ઉલ્લેખ કર્યો કરે છે તેમના ઉદભવ સ્‍થાન મુખ વિશે આજદીન સુધી ઉલ્લેખ કર્યો નથી માત્ર ખાડી અસ્‍માવતી નદી તરીકે સ્‍વીકારી અનુમોદન કર્યુ છે અને કરે છે હાલ શ્રી મણીભાઇ પી.વોરા આપણી વચ્‍ચે નથી પરંતુ શ્રી નરોતમભાઇ પલાણ આપણી વચ્‍ચે હૈયાત છે. અસ્‍માવતી નદીના ઉદભવ સ્‍થાન વિશેષ સંશોધન કરે તેવી અપેક્ષા રાખીએ તો અસ્‍થાને નથી.

એક વાત સ્‍વીકારવી રહી કે ધર્મશાષા શ્રીમદ ભાગવત મહાપુરાણ ગ્રંથમાં અસવતી નદીના ઉલ્લેખ સાથે વાલ્‍મીકી રામાયણમાં અસ્‍માવતી અસ્‍મીત નગરી ઉલ્લેખ અસ્‍માવતી નદીનો આડકતરો ઉલ્લેખ હોવાનું જાણકારે છે. પરંતુ અસ્‍માવતી નદીના આડકતરો ઉલ્લેખ હોવાનું જાણકારો કરે છે. પરંતુ અસ્‍માવતી નદીના ઉદભવ પ્રાગટય માટે ઉલ્લેખ દર્શાવતો નથી. એક દંત કથારૂપ પ્રાચીન માનવતા એવી ચર્ચીત છે કે અસમાવતી (ખાડા) કુદરતી ચોમાસાની ઋતુ દરમ્‍યાન વરસાદના પાણીના બુંદથી કુદરતી આપોઆપ ઉદભવી છે. જે બારેમાસ પાણીથી પરત ફરતા મોકનારના રણમાં પ્રવેશ કરે છે. મોકાના રણનું પાણી રાણાવાવ, પીપળીયા, વનાણા રસ્‍તે રાંધાવાવ-રતનપર થઇ છાંયામાં પ્રવેશી પોરબંદરમાં પ્રવેશ કરે છે.

છાયા વિસ્‍તારમાંથી બે ભાગમાં તેને અલગ અલગ પ્રવાહમાં રૂંટાઇ એક અસ્‍માવતી નદી તરીકે પાછળના ભાગે પ્રવેશે છે જ સીધા પ્રવાહ પોરબંદરમાં પ્રવેશ કરે છે. જેને ખાડીની ઓળખ આપી છે. નામથી આ ખાડાની ઓળખ છે. અસ્‍માવતી નદી કર્લીખાડી આઇળખ જતા જવુ બેલી ખાડી અથવા બોખરીખાડી જે લકકી બંદર થઇ તેનો સીધો પ્રવાહ અરબી સમુદ્રમાં ભય છે. જુના જેટી બંદરથી પાસે થઇ સોમનાથ મહાદેવ મંદિર થઇ તે અસ્‍માવતી નદીમાં ફેરવાઇ મુખ ઓળખાય અર્ધ ગોળકારે પોરબંદર સોમનાથ મહાદેવ મંદિર અસ્‍માવતી (ખાડી) નદીનું વહેણ સામે ીકનારો, જુનુ નામ ઓખ સામો કાંઠો આઝાદી પછી નવનિર્મીત નામ સુભાષનગરની ઓળખ ધરાવે છે.

સુભાષનગર બે વસાહત ખારવા જ્ઞાતીની છે. નવી બંદર તળપદા, આરવા તેમજ દિપ વણાંક બારાથી ફીશીંગના ધંધાર્થી આવી વસેલ ખારવા જે દિવ-ધોઘલા-વણાંકબારાની ઓળખ ધરાવે છે તેમનો રહેણાંક વસવાહત વણાંક બારાથી ઓળખાય છે. સુભાષનગર દરીયા કિનારે લઘુમતી કોમના હિન્‍દુ-લઘુમતી કોમના એકતાના પ્રતિક ખદબ પીર છે. ખરેખર અહી દરગાહ નથી. પરંતુ જે સ્‍થાન છે તે નિશાની છે. ત્‍યાં શેરો બાંધેલ છે. એમ કહેવાય છ તે અહી દરીયામાં અદ્રશ્‍ય થતા હૈયાત નબી તરીકે ઓળખ ધરાવે છ. સીધી સરળ સાદી ભાષામાં દરીયા પીર તરીકે ઓળખાય છે સીઝન સારી હોય ત્‍યારે મત્‍સ્‍ય ઉદ્યોગના ધંધાર્થીઓ દ્વારા કે નવી સીઝન શરૂ થાય કે પુર્ણ થતા અથવા મનત યાને માનતા બાધા રાખી હોય તો દ્રેગ (નિવેદ) કરે છે. જેમાં મીઠો ચોખ્‍ખાનો ખાંડ નાખેલ મગ દેગ નિવેદન પ્રસાદી ધરાવાય છે સગા સંબંધી બાળકોને પ્રસાદી માટે નિમંત્રીત કરાય છે.

સવ. લોકસાહિત્‍યકાર રાષ્‍ટ્રીય કવિ સ્‍વ.ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્‍ટ્રની રસધાર જુની આવૃતીમાં ઉલ્લેખ પોરબંદરના ચાર પીરનો કરાયેલ છે.

પાણીથી ભરપુર રહે છે. ચોમાસાની ઋતુ આકાશમાંથી વરસતા પાણીથી જમીન પર આવતા આ નદીમાં પ્રવેશે છે. ભયંકર દુષ્‍કાળમાં અસ્‍માવતી નદીનું વહેણ સુકાણું તેવી ઠોંસ જાણકારી મળતી નથી તેમની પવિત્રતા તેટલી ઉજજવળ છે. જેથી સુદામા નગરી પોરબંદરના અરબી સમુદ્રમાં સોમનાથ મહાદેવ સાનિધ્‍યે અસ્‍માવતી નદી સમુદ્રમાં સમાઇ જાય છે ત્‍યાં પોરબંદર ભાટીયા સદ્દગૃહસ્‍થ વહાણ વટીના ધંધાર્થી ચત્રભુજ શિવજીએ પાકકડે અસ્‍માવતી ધારાશાષાોકત રીતે બંધાવી આપી. તિર્થસ્‍થાનનું પ્રાધન્‍ય આવેલ સાથોસાથ પિતૃકાર્ય માટે શિખરબંધ પાકા પથ્‍થરની છત્રી બંધાવી આપેલ લોકાપર્ણ કરી સાર્વજનિક ઉપયોગ હિન્‍દુ કરી શકે અને અડસઠ તિર્થનું પુન્‍ય પ્રાપ્ત કરી શકે. સ્‍નાનદ્વાર તેમજ પિતૃકાર્ય તપર્ણ દ્વારા મોક્ષ કરાવી શકાય આજદિન તે મહિમા અકબંધ રહ્યો છ.ેસને ૧૯૮૩ ના રૂલ્‍ડ હોનારત વાવાઝોડામાં અસ્‍માવતી ધાટ પાણીમાં ગરકાવ થયો. સાથોસાથ પિતૃતર્પણની માટે છત્રી પણ સમય આંતરે નાશ પામી સને૧૯૮૬માં જે તે સમયની સરકારે બંદરીય મંત્રીને અસ્‍માવતી ઘાટ સ્‍થળ નિરીક્ષણ માટે મોકલેલ નિરીક્ષણ બાદ અસ્‍માવતી ધાટપુનઃ સ્‍થાપીત કરવા જી.એમ.બી. મેરીટાઇમ બોર્ડને કરોડોની ગ્રાન્‍ટ મોકલી પરંતુ આ આર્થિક કાગળ દર્શાવી ખાય ગઇ આજદીન સુધી પડયો નથી.

પોરબંદર રામાયણ કાળનુ અસ્‍મીત અથવા અસ્‍માવતી નગરી હોવા પુરાવો બરડાડુંગરમાં રાણાવાવ રેલ્‍વે સ્‍ટશેન આશરે ત્રણેક કિલો મીટરના અંતરે સૌરાષ્‍ટ્ર સિમેન્‍ટ ફેકટરી પાછડ આવેલ મલ્લ યોધ્‍ધા જામવન યાને જાંબુવનની ગુફા છે. બરડાડુંગરમાં આવેલ વીશાણને યુધ્‍ધને હરાવી સીતામાતાને રાવણના બંધન મુકત કર્યા બાદ રામરાજય સ્‍થાપના મર્યાદા પુરૂષોતમ શ્રીરામમંત્રીતા યુગમાં સ્‍થાપના કરી મર્યાદા ધર્મનો મહિમા સમજાવી સદેહ મર્યાદા શ્રી પુરૂષોતમ અયોધ્‍યાય વાસીઓ શ્વાન સહિતના જીવ સાથે વૈકુંઠ પધાર્યા ત્‍યારે જામવન-જાંબુવનની ઇચ્‍છા મલ્લા યુધ્‍ધની હતી તે ઇચ્‍છતા સંતોષવા શ્રીકૃષ્‍ણઅવતાર દ્વારપરયુગ રહેવા જણાવેલ બરડા ડુંગરમાં  વસવાટક કરવા આજ્ઞા આપી. બરડાડુંગરનું અસ્‍તીત્‍વ લગભગ ગિરનાર- હિમાલય સમકાલીન શાષાોએ દર્શાવેલ છે. રામ જન્‍મ તંત્રાયુગમાં થયો. એકયુગ આગળ પાછળ છે.

પ્રથમ તંત્રાયુગ ત્‍યારબાદ દ્વાર પર યુગ શ્રી કૃષ્‍ણાવતર કળીયુગ પ્રવેશ બતાવે છે. બીજા અજય અમરનું વરદાન પામેલ શ્રીરામ ભકત હનુમાનને પૃથ્‍વી રહેવા આજ્ઞા આપી કળીયુગના પ્રત્‍યથી દેવતરીકે હાજરા હજુર દેવ તરીકે સંકટ કરનાર ધર્મરક્ષક દેવ તરીકે શ્રીરામ ભકતમાં લિન રહેવા વરદાન આપી આજ્ઞા આપેલ. આટલે અહી અલ્‍પ વિરામ આપી આગળ જાણકારી મેળવવા પ્રયાસ કરીએ.

એ તો જાણીતી ઇતિહાસ પ્રસિધ્‍ધ શાષાોકત સર્મથન કરે છે. હનુમાનજીના માનસ પુત્ર મકરધ્‍વાજ - મોરધ્‍વ્‍જનો વંશ છે. મકરધ્‍વજે અરબી સમુદ્ર કિનારા રાતડી ગ્રામથી ઉતરે શ્રીમનગર વસાવ્‍યું. મોરધ્‍વજે પૂર્વ રાજકોટ જીલ્લામાં આવેલ મચ્‍છુ નદીના કાંઠે મોરબી શહેર વસાવ્‍યું. તેમના મયુરધ્‍વજને વિકસીત કર્યુ કાળ સમયે મકરધ્‍વજ - મયુરધ્‍વજ વંશ મિંયાણા તરીકે જાહેર થયો.

હાલ મોરબી બાજુમાં દહીંસરાથી માળીયા મિંયાણા ગામ કચ્‍છ હાઇવે પર મચ્‍છુ નદીના કાંઠે હૈયાત છે. મિંયાણા વસ્‍તી છે. જે મુસ્‍લીમ તરીકે ઓળખ છે. મકરધ્‍વજનો વંશ જેઠવા રાજપૂત તરીકે બરડા વિસ્‍તાર - પોરબંદર વસવાટ કર્યો મુળ ગામ શ્રીનગર જેઠવા વંશ હૈયાત છે. પરંતુ સને ૧૯૪૮ પછી જેઠવા વંશનો રાજવી તરીકે કોઇ અસ્‍તીત્‍વ રહયું નથી. સૌરાષ્‍ટ્ર સરકારમાં પોરબંદર રાજય વિલન થઇ ગયું.

પોરબંદરના ઇતિહાસમાં સુરૂચિ ધરાવનાર સોની મહાજન હરકાન્‍તભાઇ રાજપરા તથા ગીરીશભાઇ તેઓશ્રીએ ઇતિહાસ જાણકારી મુજબ એક ધ્‍યાના કર્ષ અપ્રાપ્‍ય હકિકત પ્રત્‍યે ધ્‍યાન દોરે છે. તે માટે પોરબંદરના વર્તમાન ઇતિહાસ કાર - ઇતિહાસી પ્રત્‍યે રૂપી ધરાવતા ઇતિહાસ પ્રેમીઓને ઉંડા પણ પૂર્વક પોરબંદરનો રસપ્રસદ ઇતિહાસ જે વર્તમાન સમય સુધી બહા આવેલ નથી. અને સાથો સાથ સરકારશ્રી પુરાતત્‍વ ખાતાને આહવાન કરી સંશોધન કરવા જણાવે છે. અને માંગણી કરે છે. કેટલીક વ્‍યકિત સંકુચિત માનસ ધરાવતી હોય તેમની પાસે જાણકારી હોય તો આપવા - પ્રગટ કરવા વિનંતી કરે છે.

ત્રેતાયુગથી દ્વાપર યુગ સુધી જોડાયેલ છે. વર્તમાન ભાવિ પેઢી સરકારીના સંશોધનમાં સહાય રૂપ બને. જેનાથી પોરબંદર અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તાર સ્‍થળોનો વિકાસ થઇ શકે પોરબંદર જીલ્લો ઇતિહાસીક જીલ્લા તરીકે મોખરાનું સ્‍થાન ધરાવે.

રામાયણનું મહાત્‍મય મર્યાદા શ્રીરામચંદ્રજી કે જે વિષ્‍ણુ અવતાર ગણાય છે. જીવોના ઉધ્‍ધાર - ભકિત વગેરેની મર્યાદા સમજાવવા માટે થયેલ તેમાં પણ વનવાસમાં રહી કષ્‍ટ ભોગવેલ અનેક યાતના વનવાસી તરીકે કેવટ કરાવે છે. તે પ્રસંગ અદ્‌્‌ભત ગણાય. તેમજ ઋષિપત્‍ની સ્‍વાતી અહલ્‍યા શ્રાપથી શૈલ્‍યા (શિલા) બની ગયેલ. શ્રીરામના સ્‍પર્શ મુળસ્ત્રી સ્‍વરૂપમાં આવી તેમાં શબરીની ભકિત ઋષિ વચન પર વિશ્વાસ, પ્રેમપૂર્વક શબરીના ચાખેલ બોર આરોગવા, સ્‍વધામાન મોકલી. હનુમાન ભકિત-સહિત એવા અનેક પ્રસંગો વિસ્‍તૃત રીતે રામાયણમાં સમાયેલ. અહીં મુખ્‍ય હકિકત સીતામાતાની રૂપથી મોહિતી બની રાવણ અપહરણ કરી શ્રીલંકા વિમાન માર્ગે લઇ જાય છે. વાસ્‍તવ એવી હકિકત સીતામાતાનું મુળ સ્‍વરૂપ અંતરીક્ષ સમાયેલ માત્ર તેમની છાયા શ્રીલંકા લઇ ગયેલ. અને અશોક વાટિકમાં રાખી રાવણે ત્રાસ ગુજારેલ. રાવણ ત્રિકાળ જ્ઞાનિ બ્રાહ્મણ હતો. વિષ્‍ણુ લોકમાં જય વિજય બે દ્વારપાલ હતા. ઋષિ શ્રાપથી રાક્ષસઓની પ્રાપ્ત થઇ રાવણ સાથે કુંભકર્ણનો પ્રસંગ જોડાયેલ છે. રામભકતથી હનુમાનજીનું લંકા દહન, નાગપાશથી બંદીવાન બનવું વિગેરે.

પરંતુ જાણવાનું એ છે કે, રાવણને મૃત્‍યુનો ભય ત્રિકાલ જ્ઞાનિ વેદોકત બ્રાહ્મણ શિવ ભકત હોવા ઘણાં મર્યાદા પુરૂષોતમ શ્રીરામ થી ભય ભીત રહેતો સાથે લઘુબંધુ લક્ષ્મણ પણ ભયભીત રહેતો શ્રીલંકાના યુધ્‍ધ સમયે રામની વાનરસેના સુસજજ લંકા પહોંચી હનુમાનજી સાથે હતાં. રાત્રી સમયે પોતાના ઇષ્‍ટદેવને

નિંદ્રામાં ખેલલ પહેચે નહીં સુરક્ષિત રહે અન્‍ય તત્‍વો દ્વારા રાવણ નુકશાન પહોંચાડે નહીં જેથી પોતાની પુછનો અસમેઘ રાતે લાંબી ગોકાળ કરી રામ-લક્ષ્મણની ફરતે વીટીં રક્ષા કરતા પુચ્‍છની ટોચ પર બેસી શ્રીરામ ભજન કરતા સેવામાં જાગૃતિ દાખવતા તેમ છતાં રાવણના કહેવાથી તેમના બંધુઓ અહિ રાવણ મહિરાવણ વેશ પલ્‍ટો કરી હનુમાનજીને છેતરી શ્રીરામ-લક્ષ્મણ જયાં સુતા હતા તે સ્‍થળે દર્શનના બહાને બન્ને ભાઇઓનું નિંદ્રા અવસ્‍થા અપહરણ કરી અંદરથી પાતાળ માર્ગે લઇ જાય. પાતાળામાં હનુમાનજી માનસ પુત્ર મહરધ્‍વજ મોરધ્‍વજ બંદખાન રામ-લક્ષ્મણ જવાબદારી સોંપે છે. કારણ તેઓ જાણતા હતા કે હનુમાનજીનો મુકાબલો મહરધ્‍વજ-મોરધ્‍વજ કરી શકેશે હનુમાનજી શ્રીરામ-લક્ષ્મણને શોધતા પાતાળમાં આવે છે અને પોતાના પુત્રો સાથે યુધ્‍ધ કરે છે. પુત્રો વળતા પ્રહાર કરે છે ત્‍યારે શ્રીરામની કૃપાથી પિતા-પુત્રની ઓળખ થાય છે. પુત્રને હરાવી શ્રીરામ-લક્ષ્મણને પૃથ્‍વી પર લાવે છે. તેઓ પણ શ્રીરામની સેના સાથે જોડાય પરાક્રમણ થી પ્રભાવીત કરે છે. પ્રસંગા-ઘટના લાંબી છે. પરંતુ મુખ્‍ય વાત એ છે કે, અલહિરાવણ રાવણ-મહિરાવણ શ્રીરામ અને લક્ષ્મણને અરબી સમુદ્રા માર્ગે આવી પાતાળમાં લઇ જાય છે.

જયારે પોરબંદર યાને અસ્‍મીતનગર સુદામાપુરી માટે ઇતિહાસ પ્રેમી હરકાન્‍તભાઇ ભાઇ રાજપરા, તથા શ્રી ગીરીશભાઇ સોની આ બાબતમાં પ્રસંગ માટે ખીમેશ્વર મહાદેવ - અરબી સમુદ્ર વિશેષ પુરાતત્‍વ ખાતા દ્વારા  સંશોધન થાય તેવું જણાવે છે. પ્રકાશ પાડવો જરૂરી છે. આજદીન આ હકિકતની જાણકારી કોઇ પાસે નથી. ઇતિહાસ પ્રેમી પાસે પણ પુર્ણ માહિતી નથી. પોરબંદર-અસ્‍મીતનગર રામાયણ કાળ સાથે સંકળાયેલ છે. તેટલી જાણકારી  મળે છે. વર્તમાન ઇતિહાસ પરિસ્‍થિત શ્રી નરોતમભાઇ પઠાણ દ્વારા ચર્ચીત હકિકત સંશોધન થવું જરૂરી છે.જો કે એક દર્શકા પહેલાં સમુદ્રીય આકોસ્‍યોજીક યાને પુરાવત્‍વ દ્વારા આઠ થી દશ દિવસ સુધી સમુદ્ર સંશોધન થયેલ. ત્‍યારે  વજુભાઇ પરમાર અને ગ્રામ્‍ય વિસ્‍તારના  શિક્ષક સાથે રહેલ તેઓની મહેનતથી અરબી સમુદ્રમાં સંશોધન હાથ ધરાયેલ આ કાર્ય અંધરૂ રહેલ છે.

જયારે ધર્મ સંસ્‍કૃતિ પર રૂચી ધરાવતા  ઇતિહાસ પ્રેમીઓએ મેળવેલ વિગત આધારે પોરબંદર તાલુકા જીલ્લાના કોસ્‍ટલ હાઇવે  ૮ (ઇ) અરબી સમુદ્ર કિનારા જ પર આવેલ દ્વારકા રોડ કુછડી ગામના સરવે નંબરમાં આવેલ ખિમેશ્વર (ભીમેશ્વર) મહાદેવ મંદિર પ્રાચીન કાળનું અત્રે વનવાસ દરમ્‍યાન માતા કુતિ સાથે રોકાયેલ તેની નિશાની પુરાવો હૈયાત છે.

આ પ્રાચીન પૌરાણીક ખિમેશ્વર (ભીમેશ્વર) મહાદેવના મંદિરમાં ઉભેલ વૃક્ષ ઉપર શુર્કત (પોપટ) શિવજી અને માતા પાર્વતી વચ્‍ચે થતો વાર્તાલાપ એક ચિતે સાંભળી રહેલ. શિવજીને માતા પાર્વતીને વાત કહેતા માતાને ઝોફુ આવી ગયેલ વૃક્ષ (ઝાડ) પર બેઠેલ શુક (પોપટે) અહંકાર પુરાવતાં શિવજી માતા પાર્વતી ગુપ્ત રહસ્‍ય જાણી થતાં ત્રીજી વ્‍યકિતની હાજરી જણાતા શિવજી ક્રોધે ભરાયેલ.  શુક (પોપટ) જીવ બચાવવા ભાગી છૂટેલ. પવિત્ર ધર્મ પારાયણ ભુ-દેવ દંપતિની પત્‍નીને શુક દેહા છોડી બ્રાહ્મણ પત્‍નીના ઉદરમાં ગર્ભમાં રહી ચૌદ વરસ સુધી ભયના માર્યા પૃથ્‍વી પર માતાના ગર્ભમાંથી બહાર આવેલ નહીં. નારદજીની સલાહથી ચૌદ વરસે જન્‍મ ધારણ કરી પૃથ્‍વી પર ચૌદ વરસના બાળક તરીકે :િસ્‍પૃહી બની બહાર આવેલ ગંગાજીએ સ્‍વયંભુ પધરાવી સ્‍નાન કરાવી દેહ શુધ્‍ધી સાથે જ્ઞાન શુધ્‍ધી કરી ચૌદ વરસ માતાના ગર્ભમાં રહ્યા બાદ માતાને કષ્‍ટ પડવા દીધેલ નથી. પીડા જેવી વસ્‍તુ અહેસાસ કરવા દીધેલ. શ્રીમદ ભાગવત મહાપુરાણા શુક્ર દેવજીનું વૃતાંત્‍ય  જન્‍મ તેમનું કાર્ય ઉદેશ વિગેરે વર્ણવેલ છે.

શ્રીમદ્‌્‌ ભાગવત મહાપુરાણનું પ્રથમ રસપાન શુક્રદેવજીએ પરીક્ષત રાજાને નદી કિનારે ભાગવત સપ્તાહ સાત દિવસ યોજી રસપાન કરાવી. મોક્ષ પ્રાપ્ત કરાવેલ. પરીક્ષત રાજાને ઋષિ પુત્રનો શ્રાપ હતો. વનચર દરમ્‍યાન - સમુહથી અલગ પડતાં આગળ નિકળી જાય છે. વનમાં ધ્‍યાનસ્‍થ બની ઋષિ હતાં. પરીક્ષત રાજા જગાડે છે. જવાબ મળતો નથી. પોતાનું અપમાન થયાનું જાય છે. જેથી બાજુમાં પડેલ સર્પ જે મરણ પામેલ હાલતમાં હતો તે તેના ગળામાં પહેરાવી અપમાન કરી ચાલતાં થાય છે. ઋષિ પુત્ર આવતાં પિતાના ગળામાં મૃત સર્પ જોતાં ક્રોધે ભરાય શ્રાપ આપે છે. કે મૃતક સર્ચ સાતમાં દિવસે સજીવન થઇ જેમણે તેમના ઋષિ પિતાનાં ગળામાં પહેરાવી અપમાનીત કરી ઉપેક્ષા કરેલ છે.  તે વ્‍યકિતને આ મૃત સર્પ સજીવન થઇ ડંશ આપી મૃત્‍યુ કરશે. પરીક્ષત રાજાને જાણ વ્‍યથિત થતાં પ્રાયヘતિ માટે  મારગ શોધે ે. દેર્વષિના નારદજી માંથી પ્રાપ્તી માટે ઉપાય બનાવે છે. અને પૃથ્‍વી પર પ્રથમ શ્રીમદ્‌્‌ ભાગવત જ્ઞાન પ્રવાહ જીવઉધ્‍ધાર માટે મારગ છે.  તે રસ પાન કરાવવા શુકદેવજીનું નામ આપે છે. આ સમયે કલીયુગ પ્રવેશ પ્રસંગ છે. રાજા મસ્‍તકના મુગટ રહેલ મણીમાં કલીયુગ પ્રવેશ બતાવાયેલ.  ત્‍યારથી કલીયુગનો પ્રવેશ છે.

સમગ્ર વિસ્‍તૃત વર્ણન શ્રીમદ્દ ભાગવદ ઉપરાંત અન્‍ય ધર્મ શાષાો પુરાણોમાંથી મળી રહે છ.ે પરિક્ષત પુત્ર જન્‍મ જય રાજાનો સર્પયજ્ઞ સુપ્રસિધ્‍ધ છે. પિતાને સર્પદંશ એને મૃત્‍યુથી બચાવવા સર્પો શોધી હવનમાં પધારવેલ છે તેમા સર્પરાજા રક્ષક આવી જાય છે. પૃથ્‍વી સર્પવિહાણી થઇ જશે રક્ષ દેવ કોલા ત્‍યારે નારદજી પધારી શ્રીમદ્દ ભાગવદ્દ જ્ઞાન ગ્રહકરવા ઉપદેશ આપે છે. આ પ્રેરક પ્રસંગો વિસ્‍તૃત ધર્મગ્રંથ પુરાણામાં વર્ણવેલ છે હાલ પૃથ્‍વી પર વાસુકી નાગ રક્ષક દેવ તરીકે પુજાય છે. અમૃત મંથન સમયે વાસુકી નાગનો મંદરાચલ પર્વતના વણલોડા માટે દરોડા તરીકે ઉપયોગ કરાયેલ વિષ્‍ણુ અવતાર કરણ કાચબાનો ધારણ કરેલ મંદરચલ પર પોતાની પીઠપર ધારણ કરી સમુદમથંન કરાવેલ.

ઉદેશ એટલે છે કે પોરબંદર તાલુકા જીલ્લામાં અરબી સમુદ્રમાં આજ દિવસ સુધી ઐતિહાસીક કાંઇપણ સંશોધન થયેલ નથી સરકારે તેમજ પુરાતત્‍વ વિભાગે પણ ધ્‍યાને આપેલ નથી તેમજ અરબી સમુદ્રમાં દબાણમાં સંશોધન કરવામાં આવે વિશેષ જાણકારી પ્રાપ્ત થાય સરકાર દ્વારા તેમજ પુરાત્‍વ ખાતા દ્વારા દ્વારકા-સોમનાથ, ગોંડલ વિસ્‍તારમાં ઇતિહાસ સંશોધન કરાય છે તે રીતે પોરબંદરમાં સમુદ્રમાં તેમજ પૃથ્‍વી સંશોધન જરૂરી.

સરકારે અરબી સમુદ્ર કિનારે આવેલ ખિમેશ્વર (ભાવેશ્વર) મંદિરના વિકાસ સાથે પ્રકૃતિ પ્રેમી માટે પર્યટન સંશોધન સાથે  વિકાસ હાથ ધરવા માટે આ હકિકત સંક્ષીપ્તમાં જણાવી સંશોધનના દ્વારા ખુલ્લા કરે તેવી સરકાર પુરાતત્‍વ ખાતા પાસે અપેક્ષા રાખવી જરૂરી છ.

(1:20 pm IST)