Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

સુરેન્‍દ્રનગરમાં જમીનનાં ડખ્‍ખામાં ભાવેશ સરૈયાની હત્‍યા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૭: સુરેન્‍દ્રનગરના ૮૦ ફુટ રોડ પર ઘનશ્‍યામનગર પાસેથી પસાર થઇ રહેલા રહેલા ભાવેશ ઉર્ફે ભાલાભાઈ કાળુભાઈ સરૈયા નામના યુવાન પર બે શખ્‍સોએ છરીઓ સાથે ધસી જઇ બોલાચાલી કરી દસથી બાર જેવા ઘા મારી કરી કરપીણ હત્‍યા ભાવેશ ને બચાવવા જતા બે અન્‍ય લોકો પણ થઈ નાની મોટી ઇજાઓ.

બનાવની જાણ થતા મૃતક ભાલાભાઈના પરિવાર પર આભ તૂટી પડ્‍યું પરિવારમાં રોકકળ મચી જવા પામી.

ર્ં બનાવની જાણ પોલીસને થતાં એસપી હરેશ દુધાત ડીવાયએસપી હિમાંશુ દોશી વઢવાણ પીએસઆઈ ડી ડી ચુડાસમા સહિતનો પોલીસ સ્‍ટાફ બનાવના સ્‍થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્‍ટ મોર્ટમ અર્થે ગાંધી હોસ્‍પિટલ ખસેડવામાં આવી હતી. અને બનાવની વિગતો મેળવી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવેલ છેર્.ં બનાવ બાદ મૃતકના મામા એ મીડિયા સમક્ષ કહ્યું કે જમીન નો ડખો બે વર્ષથી ચાલી રહ્યો હતો અને અમોએ શહેરના બી ડિવિઝન પોલીસ મથકમાં વારંવાર અરજીઓ આપવા છતાં પણ પોલીસે આ બાબતે કોઇ નક્કર કાર્યવાહી કરી ન હતી અને સાથે સાથે આક્ષેપ પણ કર્યો હતો કે બી ડિવિઝન પોલીસ મથકના એક pso તથા એક કોસ્‍ટેબલ સામાપક્ષે થી રૂપિયા ખાઈ અને સાથે રહી વિવાદિત જમીન પર વંડોપણ બનાવી લીધો હતો. અને એવું કહેતા હતા કે આ જમીનના દસ્‍તાવેજ અમારી પાસે છે. જે તે સમયે બી ડિવિઝન નો પોલીસ સ્‍ટેશનમાં નોકરી કરતા પી.એસ.ઓ રાજેન્‍દ્રસિંહ ટાંક તથા કોન્‍સ્‍ટેબલ હિંમતલાલે રૂપિયા ખાઈ મદદ કરતા આ જમીન પર વંડો બનાવી લેવામાં આવ્‍યો હતો. અને ભાલુ ભાઈ ના ખૂનના બનાવ પાછળ બે વ્‍યક્‍તિનો હાથ હોવાનો પણ શક જાહેર કર્યો હતો. જેમાં

એક નથુ રામજી ધમાલિયા અને હાર્દિક રઘુ સુરેન્‍દ્રનગર ૮૦ ફુટ રોડ પર આવેલ ઘનશ્‍યામ નગરમાં બે શખ્‍સોએ છરીના ૧૦ થી વધુ ઘા ઝીંકી ધોળા દિવસે યુવાનનું ઢીમ ઢાળી દેતા સુરેન્‍દ્રનગર શહેર સહીત સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. હત્‍યાના બનાવ અંગે જાણ થતાં જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત સહીતનો પોલીસ કાફલો હોસ્‍પિટલ દોડી ગયો હતો અને લાશને પીએમ માટે મોકલી હત્‍યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વઢવાણ ખાતે આધેડની હત્‍યાના બનાવની શાહી હજી સુકાઇ નથી ત્‍યાં સુરેન્‍દ્રનગર ૮૦ ફુટ રોડ પર ઘનશ્‍યામ નગરમાં જાહેરમાં યુવાનને છરીના ઘા ઝીંકી હત્‍યા કરી દેવાતા શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થાને લઇને પણ અનેક સવાલો ઉભા થયા છે. આ બનાવ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ સુરેન્‍દ્રનગર ૮૦ ફુટ રોડ પર ઘનશ્‍યામનગરમાં રહેતા ભાવેશ ઉર્ફે ભાલુભાઇ કાળુભાઇ સરૈયા પોતાના ઘરેથી નિકળી મેઘાણી બાગ તરફ જઈ રહ્યા હતાં તે દરમિયાન છરી સાથે ધસી આવેલા બે શખ્‍સોએ બોલાચલી કરી જાહેરમાં ભાવેશભાઇને આડેધડ છરીના ૧૦ થી વધુ ઘા ઝીંકી દેતા અફરાતફરી મચી ગઇ હતી.

ભાવેશભાઇને બચાવવા વચ્‍ચે પડેલા અન્‍ય બે વ્‍યક્‍તિઓને પણ નાની મોટી ઇજાઓ થઇ હતી જયારે ભાવેશભાઇને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે સુરેન્‍દ્રનગર સરકારી હોસ્‍પિટલ લઇ જવાયા હતા જયા સારવાર મળે તે પહેલા જ તેમનુ મોત થયું હતુ. જમીનના ડખ્‍ખા મૃતક ભાવેશભાઇને અન્‍ય શખ્‍સો સાથે વિવાદ ચાલતો હતો જે અંગે તેમણે પોલીસ મથકે અરજી કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો તેમજ બી ડિવિઝન પોલીસ મથકના બે પોલીસ કર્મચારીઓ પણ જમીનના વિવાદમાં સંડોવાયેલા હોવાનો મ્રુતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ત્‍યારે બનાવની ગંભીરતાને લઇને સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ વડા સહીતનો પોલીસ કાફલો ઘટના સ્‍થળે દોડી આવ્‍યો હતો અને હત્‍યાના ગુના અંગે ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

ગઈકાલે ભરવાડ યુવાનની હત્‍યા થઈ છે ત્‍યારે ભાવેશભાઈ ની હત્‍યા ના ભરવાડ સમાજમાં ઘેરા પ્રત્‍યાઘાતો પડયા હતા ત્‍યારે જેની ૪:૦૦ સમશાન યાત્રા તેમના નિવાસસ્‍થાનેથી નીકળી હતી ત્‍યારે રોજ સાથે ભરવાડ સમાજના લોકો સમશાન યાત્રામાં જોડાયા હતા અને પૂરા પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે તે ની સમશાન યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી ત્‍યારે ભરવાડ સમાજમાં ભારે રોષની લાગણી પણ જોવા મળતી હતી.

(11:46 am IST)